Tuesday, October 13, 2026
Homenationalભાજપમાં જ છું, અનામત મુદ્દે સરકારે પાટીદારો સાથે વાત કરવી જોઈએ: શત્રુઘ્નસિંહા

ભાજપમાં જ છું, અનામત મુદ્દે સરકારે પાટીદારો સાથે વાત કરવી જોઈએ: શત્રુઘ્નસિંહા

Date:

Related stories

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

ગઇકાલે જૂનાગઢ નજીકના વંથલી ગામે આવેલ મેંગો માર્કેટ ખાતે ખેડૂત સત્યાગ્રહ નામે હાર્દિક પટેલની સભા યોજાઇ હતી. જેમાં યશવંતસિંહા અને ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા પણ ખાસ હાજર રહ્યા હતા. આજે હાર્દિક પટેલ અને શત્રુઘ્નસિંહાની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં શત્રુઘ્નસિંહાએ જણાવ્યું હતું કે, હજુ સુધી હું ભાજપમાં જ છું, મને પક્ષે બહાર કર્યો નથી. આગામી સમયમાં જોવાનું રહેશે પરંતુ પાટીદારોને અનામત આપવાના મુદ્દે સરકારે પાટીદારો સાથે વાતચીત કરવી જોઇએ.

વડાપ્રધાનના કાર્યક્રમ કરતા અમારો કાર્યક્રમ દસગણો મોટો રહ્યો

ગઈકાલે અમારા કાર્યક્રમમાં પણ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અને દાવા સાથે કહું છું કે, વડાપ્રધાનના કાર્યક્રમ કરતા અમારો કાર્યક્રમ દસગણો મોટો રહ્યો હતો. પરંતુ આ કાર્યક્રમને તેમના કાર્યક્રમની સરખામણીએ દસમા ભાગનું કવરેજ મળ્યું હતું. લોકસભા-2019ની ચૂંટણી વિશે તેમણે જણાવ્યું હતું કે, હું ભાજપમાં જ છું અને મારા સ્વભાવ મુજબ પક્ષને અરીસો બતાવું છું. હાલ યુવાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકશાહીમાં વિરોધીઓને દુશ્મન નહીં પણ પોતાના સમજીને તેની સાથે અન ચર્ચા-વિચારણા કરવી જોઈએ. પાટીદારોને અનામત મામલે તેમણે કહ્યું હતું કે, પાટીદાર સમાજ આમ તો ખૂબ સુખી-સંપન્ન છે. પરંતુ આ સમાજના મોટાભાગના લોકોની હાલત ખૂબ જ ખરાબ છે. સુપ્રીમ કોર્ટની અવગણના કરીને અનામત આપવી શક્ય નથી. પરંતુ તેમની મુશ્કેલીઓ અને રજૂઆતોને સાંભળી તેને દૂર કરવાના પ્રયાસો સરકારે જરૂર કરવા જોઈએ. સરકાર પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે, દીવો બુઝાયા પહેલા વધુ પ્રકાશ ફેંકે છે.

શું કહ્યું યશવંત સિંહાએ

યશવંતસિંહા ગઇકાલે વંથલી ખાતે હાર્દિક પટેલની સભામાં ઉપસ્થિત રહ્યા હતા. યશવંત સિંહા દ્વારા ગઈકાલે હાર્દિક પટેલ અને તેમની ટીમ સાથે મિટિંગ પણ કરવામાં આવી હતી અને સમગ્ર પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી. હાર્દિક પટેલ અને તેની ટીમ સાથે મિટિંગ બાદ આજ રોજ રાજકોટથી દિલ્લી જતા સમયે યશવંત સિંહાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ અને તેમની ટીમની કામગીરીથી હું વ્યક્તિગત બહુ જ પ્રભાવિત થયો, તેમની કાર્યપ્રણાલી અને ખેડૂતો માટેની કામગીરીને બિરદાવું છું. સરદાર પટેલની પ્રતિમાને લઇ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરદારની પ્રતિમાનો કોઈ વિરોધ નથી પણ અનુસૂચિત જન જાતી પર જે અન્યાય થયો છે તે ન થવો જોઈએ. જો આ લોકાર્પણમા અનુસૂચિત જનજાતિ લોકો જોડાયા હોત તો સરદાર પટેલની પ્રતિમાનું કદ હજુ વધી જાત અને જો લોકાર્પણ પહેલા ખુડૂતોની સમસ્યાનું સમાધાન થયું હોત તો સરદારને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ થઇ હોત.

news/SAU-RJK-HMU-NL-shatrughnasinha-press-conference-in-rajkot-with-hardik-patel-gujarati-news-5976979-PHO.html?ref=ht
news/SAU-RJK-HMU-NL-shatrughnasinha-press-conference-in-rajkot-with-hardik-patel-gujarati-news-5976979-PHO.html?ref=ht

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here