જયલલિતાની બાયોપિક વેબસીરીઝ ક્વીનનું ફર્સ્ટ પોસ્ટર આઉટ

0
15

આ વર્ષની શરૂઆતમાં જયલલિતાની લાઈફ પર બેસ્ટ ફિલ્મ બનવાના સમાચાર આવી રહ્યા છે. પરંતુ હવે નક્કી થઈ ગયું છે કે જયલલિતાની લાઈફ પર ફિલ્મ નહીં પણ વેબસીરીઝ પણ બની રહી છે. જેનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. એમએક્સ પ્લેયરના પ્રોડક્શન પર બની રહેલી આ વેબસીરીઝને ગોતમ વાસુદેવ મેનન અને પ્રસાદ મુરુગેસન સાથે મળીને ડાયરેક્ટ કરી રહ્યા છે. રિપોર્ટ્, મુજબ જયલલિતા પર બની રહેલી વેબસીરીઝ ક્વીનમાં તેના લાઈફને ત્રણ ભાગમાં બતાવવામાં આવી છે
તેમાં તેના સ્કૂલના દિવસો, ટીનએજ લાઈફ અને રાજનીતિક સફરને બહુ જ સારી ખૂબસૂરતી સાથે બતાવામાં આવી છે. વેબસીરીઝમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે તેમણે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમજી રામચંદ્રનના મૃત્યુ પછી કેવી રીતે રાજનીતિની કમાન સંભાળી છે. ક્વીનમાં એમજી રામચંદ્રનની ભૂમિકા સુકુમરણ કરશે. આ વેબસીરીઝથી ઈંદ્રજીત ડિજિટલ ડેબ્યૂ પણ કરી શકે છે. તેણે સોશિયલ મીડિયા પર ક્વીનનું પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટર શેર કરતાં લખ્યું, ‘ તમિલમાં આ મારી પહેલી વેબસીરીઝ છે. તેમાં લેજેન્ડરી એક્ટર, લીડર અને પોલિટિશિયનનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છું.’ વેબસીરીઝની પહેલી સીઝન શૂટ થઈ ચૂકી છે અને હવે પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. પહેલી સીઝનમાં 11 એપિસોડ હશે. જો ઓડિયન્સને તેનો સારો રિસ્પોન્સ મળશે તો બીજી સીઝન પણ મળી શકે છે. આ વેબસીરીઝ નવેમ્બરમાં રીલીઝ થઈ શકે છે.