ડાયમંડ પેઢીમાં કામ કરતો મેનેજર ૧ કરોડના હીરા લઈ ફરાર

0
45
Diamonds of one crore rupee theft at Surat
Diamonds of one crore rupee theft at Surat

(જી.એન.એસ.)સુરત,તા.૨૭
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી આનંદ નગર સોસાયટીમાં રહેતા મહેશ લાઠીયા ઉમિયામતાના મંદિર પાસે જે.મહેશ નામથી ભાગીદારી પેઢી શરૂ કરી હતી. તેમણા ત્યાં છેલ્લા ત્રણ વર્ષથી ચીમના રામ જાટ નામનો યુવક મેનેજર તરીકે નોકરી કરતો હતો. કારખાનાનો આખો વહીવટ ચીમનારામના હાથમાં હતો. કાચા હીરાથી લઈ તેને તૈયાર કરવાના હિસાબ સુધીની તમામ કામગીરી ચીમનારામના હાથમાં હતી. જાકે કરોડો રૂપિયાના હીરા જાઈ ચીમનારામની દાનત બગડી હતી અને તેણે પોતાના જ માલિકને ચૂનો ચોપડવાનું ષડ્યંત્ર રચ્યું હતું.
કારખાનું બંધ થતાં જ તમામ કારીગર ઘરે જવા નીકળ્યા હતા. જે દરમિયાન તકનો લાભ લઈ જે હીરા તિજારીમાં જમા કરાવવાના હતા, તે ૧ કરોડના હીરાનું પડીકું ખિસ્સામાં મૂકીને તે ત્યાંથી નીકળી ગયો હતો. બીજે દિવસે જ્યારે કારખાનામાં ચીમનારામની હાજરી નહિ દેખાઈ, તો તરત માલિક મહેશભાઈએ તેનો સંપર્ક કર્યો હતો. જાકે તેનો ફોન બંધ આવતા તેમને શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક તિજારી ચેક કરી હતી, જેમાંથી એક કરોડના હીરા ગાયબ હતા. હીરાની ચોરી થઈ હોવાની વાત જાણતા જ મહેશ ભાઈના પગ તળેથી જમીન ખસકી પડી હતી. તેમણે તાત્કાલિક આ અંગે વરાછા પોલીસને જાણ કરી હતી. બીજી તરફ કરોડો રૂપિયાના હીરાની ચોરી થયા અંગેની જાણ થતાં જ વરાછા પોલીસ અને ઉપરી અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.