ત્રણ મહિનાથી રસ્તા પર મટીરિયલ પડી રહ્યું છે, પરંતુ કામ શરૂ થતું નથીઅમદાવાદ

0
158
for-three-months-the-material-is-on-the-road-but-the-work-does-not-start
for-three-months-the-material-is-on-the-road-but-the-work-does-not-start

અમદાવાદ: વસ્ત્રાલ વિસ્તારના સાંનિધ્ય બંગલો અને શાશ્વત મહાદેવ વચ્ચેના રોડ પર છેલ્લા ત્રણ માસ કરતાં વધારે સમયથી ફક્ત કપચી પાથરી દેવાઇ છે, પરંતુ નવો રસ્તો બનાવવામાં ન આવતાં રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આ વિસ્તારના રહીશો દ્વારા માગણી કરવામાં આવી છે.

આ વિસ્તારમાં છેલ્લા ત્રણ માસ કરતાં વધુ સમયથી નવો રસ્તો બનાવવા માટે ફક્ત કપચી નાખવામાં આવી છે, પરંતુ રસ્તા પર પડેલી કપચી એમને એમ પડી રહી છે, જ્યારે બીજી બાજુ અડધા રસ્તા પર માત્ર કપચી જ પાથરી દેવાઇ છે. તંત્ર દ્વારા આ વિસ્તારના રોડનું કામ પૂરું કરવામાં આવી રહ્યું નથી, જેના કારણે અહીંથી અવરજવર કરતા રહીશો તોબા પોકારી ગયા છે.

આ વિસ્તારના રહીશોએ આ અંગે કચેરીમાં લેખિત રજૂઆત કરી છે કે રસ્તો ખૂબ ખરાબ હાલતમાં છે, જેના કારણે વૃદ્ધો-બાળકો તેમજ વાહનચાલકોને રાતના સમયે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે તેમજ ઘણા લોકો રાતના સમયે પડી જતા હોવાના બનાવ બન્યા છે.

તંત્ર દ્વારા લાંબા સમયના વિરામ પછી ધીમે ધીમે આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને થોડું કામ કર્યા બાદ તે બંધ થઇ જતું હતું. ત્યારબાદ થોડા દિવસના વિરામ પછી ફરી કામ શરૂ કરવામાં આવતું હતું. ત્યારબાદ ભારે વિલંબ બાદ પાછું કામ બંધ થઈ ગયું. આ કામ પણ યોગ્ય રીતે ના થયું હોવાની ફરિયાદ અત્રેના રહીશો દ્વારા કરવામાં આવી છે. સોસાયટીના આંતરિક રસ્તાનું કામ હજુ પણ અધૂરું છે અને રસ્તા પર હજુ પણ મટીરિયલના ઢગલા પડેલા છે.

આ રસ્તો બનાવવા માટે અગાઉ રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા આજદિન સુધી કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આગામી ચોમાસામાં આ વિસ્તારની સ્થિ‌િત વધુ નરકાગાર જેવી બને તે પહેલાં નવો રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.

આ વિસ્તારના એક રહીશે જણાવ્યું કે અમે ઘણી વાર કમ્પ્લેન નંબર પર પણ ફરિયાદ કરી છે અને ઈજનેર વિભાગનું પણ ધ્યાન દોર્યું છે કે આ વિસ્તારના રસ્તાનું કામ પૂરું કરો, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી મટી‌િરયલ એમને એમ પડી રહ્યું છે, પરંતુ કામ પૂર્ણ કરવામાં આવતું નથી ત્યારે શાશ્વત મહાદેવ પાસે રહેતા સંતોષ મિશ્રાએ જણાવ્યું કે રસ્તાે બનાવવામાં પણ ગોબાચારી કરવામાં આવે છે.

કોન્ટ્રાક્ટર દ્વારા આ વિસ્તારના રોડ પર કપચી પથારી દેવાઇ છે, જેના કારણે રાતના સમયે અહીંથી પસાર થતા વાહનચાલકો સ્લીપ થઇ જાય છે અને રસ્તા અંગે લેખિત રજૂઆત કરી હોવા છતાં પણ આજદિન સુધી રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ રસ્તાનું કામ વહેલીતકે શરૂ થાય તેવી અા વિસ્તારના રહીશોની માગણી છે