Tuesday, November 3, 2026
Homenationalદિલ્હીમાં જૈશના બે આતંકીઓ ઘૂસ્યા: એજન્સીઓને મોટા હુમલાની આશંકા

દિલ્હીમાં જૈશના બે આતંકીઓ ઘૂસ્યા: એજન્સીઓને મોટા હુમલાની આશંકા

Date:

Related stories

“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ....

તારીખ : ૦૩-૧૧-૨૦૨૬: આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના...

નિતી અને ઈમાનદાર ને કારણે વસુધાની દિવાળી સુધરી ગઈ!

દિવાળીનો તહેવાર સાવ નજીક છે, અને ધનવાનો ને તો...

નેપાળ હેલિકોપ્ટર અકસ્માતમાં જાન ગુમાવનાર ભારતીય વ્યક્તિના મૃતદેહની વહેલી...

નવી દિલ્હી, નવે. 3 ભારતે મંગળવારએ નેપાળમાં બે હેલિકોપ્ટર...

અમદાવાદ મંડળ પર 30 નવેમ્બર સુધી ડિજિટલ જીવન પ્રમાણપત્ર...

આ જ ક્રમમાં 2 નવેમ્બર, 2026 ના રોજ અમદાવાદ...

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની...

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓક્ટોબર 2026માં વાણિજ્યિક તેમજ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ભાવનગરમાં બોર તળાવ (ગૌરીશંકર...

અમદાવાદ,રવિવાર, 01 નવેમ્બર 2026 :ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે...

પંજાબના અમૃતસરમાં આતંકી હુમલા અને બ્લાસ્ટના બે દિવસ બાદ દેશની રાજધાની નવી દિલ્હીમાં બે આતંકીઓ ઘૂસ્યા હોવાના ઈન્ટેલિજન્સ એજન્સીઓના ઈનપુટ્સ બાદ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓના ઈનપુટ્સ છે કે કેટલાક આતંકીઓ રાજધાની દિલ્હીમાં ખતરનાક હુમલો કરીને શાંતિ ડહોળવાનું ષડ્યંત્ર રચી રહ્યા છે. દિલ્હી પોલીસે બે શકમંદ આતંકીઓની તસવીર પણ જારી કરી છે, જેમને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી ગણાવાયા છે.

તપાસ એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે કોઈ મોટા હુમલાના ષડ્યંત્ર હેઠળ જૈશના આ બંને આતંકીઓ દિલ્હીમાં ઘૂસ્યા છે. દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે અને તેમણે તસવીરોની સાથે આ અંગે એડ્વાઈઝરી પણ જારી કરી લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે. પોલીસ હાલ ગેસ્ટ હાઉસ, હોટલ સહિત અનેક સ્થળો પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પોલીસના રડાર પર દિલ્હીના એવા વિસ્તારો છે, જ્યાં વિદેશી લોકો મોટા ભાગે આવતા હોય છે.

સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ તથા દિલ્હી પોલીસ આતંકી અંગેના આ ઈનપુટ્સને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યાં છે. પોલીસે તેની એડ્વાઈઝરીમાં સ્થાનિક લોકોને અપીલ કરી છે કે જો આ બંને આતંકીઓ શહેરમાં ક્યાંય પણ જોવા મળે તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરે. બંને આતંકીઓની તસવીરો આખા શહેરમાં લગાવવામાં આવી છે.

દિલ્હી પોલીસે જૈશના બે આતંકીઓની જે તસવીર જારી કરી છે તેમાં તેઓ એક માઈલસ્ટોન પાસે ઊભેલ નજરે પડે છે. આ માઈલસ્ટોન પર દિલ્હી ૩૬૦ કિલોમીટર દૂર હોવાનું લખ્યું છે અને ફિરોઝપુર ૯ કિલોમીટર દૂર પણ લખ્યું છે.

“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ....

તારીખ : ૦૩-૧૧-૨૦૨૬: આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના...

નિતી અને ઈમાનદાર ને કારણે વસુધાની દિવાળી સુધરી ગઈ!

દિવાળીનો તહેવાર સાવ નજીક છે, અને ધનવાનો ને તો...

નેપાળ હેલિકોપ્ટર અકસ્માતમાં જાન ગુમાવનાર ભારતીય વ્યક્તિના મૃતદેહની વહેલી...

નવી દિલ્હી, નવે. 3 ભારતે મંગળવારએ નેપાળમાં બે હેલિકોપ્ટર...

અમદાવાદ મંડળ પર 30 નવેમ્બર સુધી ડિજિટલ જીવન પ્રમાણપત્ર...

આ જ ક્રમમાં 2 નવેમ્બર, 2026 ના રોજ અમદાવાદ...

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની...

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓક્ટોબર 2026માં વાણિજ્યિક તેમજ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ભાવનગરમાં બોર તળાવ (ગૌરીશંકર...

અમદાવાદ,રવિવાર, 01 નવેમ્બર 2026 :ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here