ટૂંક સમયમાં માઠા સમાચાર મળી શકે, અહેવાલ પ્રમાણે કંપની મોટાપાયે છટણી કરવાની તૈયારીમાં
અગાઉ અનેક દિગ્ગજ કંપનીઓ ગૂગલ, એમેઝોન, ફેસબુક અને ટ્વિટર પણ મોટાપાયે કર્મચારીઓની છટણી કરી ચૂકી છે
દુનિયાની સૌથી મોટી ફાસ્ટ-ફૂડ કંપનીઓમાંથી એક મેકડોનાલ્ડ્સ(McDonald’s) અમેરિકામાં તેના તમામ સ્ટોર અસ્થાયીરૂપે બંધ કરવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ અનુસાર આ કાર્યવાહી ચાલુ અઠવાડિયે જ કરાશે કેમ કે કંપની મોટાપાયે કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે
કર્મચારીઓને વર્કફ્રોમ હોમ કરવાની સલાહ આપી હતી
કંપનીએ તાજેતરમાં તેના તમામ કર્મચારીઓને સોમવારથી બુધવાર સુધી ઘરેથી કામ શરૂ કરવા માટે ગત અઠવાડિયે જ ઈમેલ મોકલ્યો હતો. અહેવાલ અનુસાર બુધવાર સુધીમાં છટણીની જાહેરાત કરવામાં આવી શકે છે. માહિતી અનુસાર આર્થિક તંગીની સંપડાયેલી કંપનીએ આ પગલું ભરવાનો નિર્ણય કર્યો છે.
અનેક દિગ્ગજ કંપનીઓ છટણી કરી ચૂકી છે
અગાઉ અનેક દિગ્ગજ કંપનીઓ ગૂગલ, એમેઝોન, ફેસબુક અને ટ્વિટર પણ મોટાપાયે કર્મચારીઓની છટણી કરી ચૂકી છે. અહેવાલ અનુસાર મેકડોનાલ્ડ્સએ આ નિર્ણય એટલા માટે લીધો કે જેથી કરીને તે છટણી વિશે વર્ચ્યુઅલી અહેવાલ પહોંચાડી શકે. એ સ્પષ્ટ નથી કે કેટલાક કર્મચારીઓની છટણી કરાશે. મેકડોનાલ્ડ્સએ ઈમેલમાં લખ્યું હતું કે 3 એપ્રિલથી અઠવાડિયામાં આખા સંગઠનમાં ભૂમિકાઓ અને કર્મચારીઓના સ્તર સંબંધિત મુખ્ય નિર્ણયો વિશે સૂચના અપાશે. આ અઠવાડિયે યોજાનાર તમામ વ્યક્તિગત બેઠકો રદ કરવા પણ કર્મચારીઓને નિર્દશે અપાયો છે.