Sunday, October 18, 2026
HomeWorldસઉદી અરેબિયા મેના અંત સુધીમાં ક્રૂડનું ઉત્પાદન પ્રતિદિવસ પાંચ લાખ બેરલ ઘટાડશે

સઉદી અરેબિયા મેના અંત સુધીમાં ક્રૂડનું ઉત્પાદન પ્રતિદિવસ પાંચ લાખ બેરલ ઘટાડશે

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ઓઇલ બજારમાં સ્થિરતા લાવવા ઉત્પાદન ઘટાડાશે : સઉદી અરેબિયા

સઉદી અરેબિયાના આનિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની સઉદી-અમેરિકાના સંબધોમાં તિરાડ પડી શકે

મેના અંત સુધીમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં પ્રતિ દિવસ પાંચ લાખ બેરલનો ઘટાડો કરવામાં આવશે તેમ સઉદી અરેબિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે. સઉદી અરેબિયાના આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા છે. જેના કારણે અમેરિકા અને સઉદી અરેબિયાના વચ્ચેના સંબધોમાં વધુ તિરાડ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે યુક્રેન- રશિયાના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ફુગાવો વધી રહ્યો છે. સઉદી અરેબિયાના ઉર્જા પ્રધાને જણાવ્યું હતું કે ઉત્પાદનમાં આ ઘટાડાનો નિર્ણય કેટલાક ઓપેક અને નોન ઓપેક સભ્યો સાથે સમન્વય સાધી અમલમાં મૂકવામાં આવશે. જો કે તેમણે કોઇ પણ દેશનું નામ લીધું ન હતું.

ઉત્પાદનમાં આ ઘટાડો ગયા વર્ષે ઓક્ટોબરમાં જાહેર કરાયેલા ઘટાડાથી વધારાનો રહેશે. સઉદી અરેબિયાના જણાવ્યા અનુસાર આ નિર્ણય ઓઇલ બજારમાં સ્થિરતા લાવવાના ઉદેશથી સાવચેતીના રૂપે લેવામાં આવ્યો છે. સઉદી અરેબિયા અને અન્ય ઓપેક સભ્યોએ ગયા વર્ષે ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરી અમેરિકાને નારાજ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે 2022માં સઉદી અરેબિયાનું સરેરાશ ઉત્પાદન પ્રતિ દિવસ 1.15 કરોડબેરલ હતું. પ્રતિ દિવસ પાંચ લાખ બેરલનો ઘટાડો કુલ ઉત્પાદનના પાંચ ટકાથી ઓછો છે.

2021ની સરખામણીમાં નફામાં 46.5 ટકાનો વધારો

હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ 80 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો છે. જે ઓક્ટોબરમાં 95 ડોલર હતો. સઉદી અરેબિયાની સ૨કારી જાયન્ટ ઓઇલ કંપની અરામકોએ ગયા વર્ષે 161 અબજ ડોલરનો નફો કમાવ્યો હતો. 2021ની સરખામણીમાં નફામાં 46.5 ટકાનો વધારો થયો છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here