Wednesday, August 26, 2026
HomeIndiaદેવેન્દ્ર ફડણવીસ નરેન્દ્રના આશીર્વાદથી મહારાષ્ટ્રના નાથ : અજિત સાથે મંત્રાલય પહોંચ્યા :...

દેવેન્દ્ર ફડણવીસ નરેન્દ્રના આશીર્વાદથી મહારાષ્ટ્રના નાથ : અજિત સાથે મંત્રાલય પહોંચ્યા : પ્રથમ કેબિનેટમાં દર્દીને ₹5 લાખની મદદ આપવાનો નિર્ણય

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોના 13 દિવસ બાદ નવી સરકારની રચના કરવામાં આવી છે. દેવેન્દ્ર ફડણવીસે 10 વર્ષમાં ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આવું કરનાર તેઓ ભાજપના પ્રથમ નેતા છે. શપથ બાદ તેઓ પીએમ મોદી પાસે ગયા અને તેમને અભિનંદન પાઠવ્યા.ફડણવીસ બાદ પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. શપથ લેતાં પહેલાં તેમણે બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનું નામ લીધું હતું. વડાપ્રધાન મોદી અને અમિત શાહનો આભાર માન્યો. તેઓ રાજ્યના બીજા એવા નેતા છે જેઓ સીએમ બાદ ડેપ્યુટી સીએમ બન્યા છે.શિંદે પછી NCP નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. તેઓ છઠ્ઠી વખત રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા છે. તેઓ મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંને ગઠબંધન સરકારોમાં ડેપ્યુટી સીએમ બનનાર મહારાષ્ટ્રમાંથી પ્રથમ નેતા બન્યા છે.શપથવિધિના અડધા કલાક બાદ ફડણવીસ, શિંદે અને અજિત મંત્રાલય પહોંચ્યા. પ્રથમ કેબિનેટ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસે પુણેના દર્દી ચંદ્રકાંત શંકર કુર્હાડેની સારવાર માટે મુખ્યમંત્રી તબીબી રાહત ફંડમાંથી રૂ. 5 લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો હતો.મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે 5:31 વાગ્યે શપથ સમારોહ શરૂ થયો હતો, જે લગભગ 30 મિનિટ સુધી ચાલ્યો હતો. ત્રણેય નેતાએ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનની સામે મરાઠીમાં શપથ લીધા.પીએમ મોદી, અમિત શાહ, નીતિન ગડકરી ઉપરાંત નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ સહિત એનડીએ શાસિત 20 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સીએમ અને ડેપ્યુટી સીએમ આ સમારોહમાં સામેલ થયા હતા.સીએમનો કાર્યભાર સંભાળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું- અમારી ભૂમિકા બદલાઈ છે, અમારી દિશા નથી બદલાઈ. તમે એવી સરકાર જોશો, જે બધાને સાથે લઈ જશે. જો સમસ્યાઓ ઊભી થશે તો અમે સાથે મળીને રસ્તો શોધીશું અને મહારાષ્ટ્રને આગળ લઈ જઈશું. હાલમાં લાડલી બહેના યોજના હેઠળ 1500 રૂપિયા આપવામાં આવે છે, એ વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે. પહેલા આપણે આર્થિક સ્ત્રોતને મજબૂત કરીશું, પછી એને વધારીશું.7, 8 અને 9 ડિસેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર યોજાશે. વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી 9 ડિસેમ્બરે થશે અને કેબિનેટ નક્કી કરવામાં આવ્યું છે. આમાં વધુ ફેરફાર થશે નહીં. શિયાળુ સત્ર પહેલાં તમામ મંત્રીઓના શપથ લીધા બાદ પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવશે.

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here