દેશમાં કોલસાની તંગી વચ્ચે માંગમાં વધારો, વધુ વીજ કાપની શક્યતા

0
11
India-to-face-more-power-cuts-due-to-coal-shortage
India-to-face-more-power-cuts-due-to-coal-shortage

દેશમાં વધતી ગરમી સામે કોલસાનું સંકટ હજુ ટળ્યું નથી. ઘણી કોલસાની ખાણોમાં ઉત્પાદન છેલ્લા 9 વર્ષની સરખામણીએ સૌથી નીચા સ્તરે છે. બીજી તરફ, ઉનાળાની ઋતુમાં વીજળીનો વપરાશ વધી રહ્યો છે. કોરોના મહામારી બાદ ઉદ્યોગોને પણ તેમના ઉત્પાદનમાં વધારો કરવા અને મહામારી દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે વધુ વીજળીની જરૂર છે. આ સ્થિતિમાં નિષ્ણાતોનું માનવું છે કે દેશના ઘણા રાજ્યોમાં આ વખતે મોટા પાવર કટનો સમય ફરી પાછો ફરી શકે છે.

બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, પંજાબ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં પાવર કટનો સિલસિલો શરૂ થઈ ગયો છે. મહારાષ્ટ્ર દેશના સૌથી મોટા ઔદ્યોગિક રાજ્યોમાંથી એક છે, જે ફરજિયાત વીજ કાપ લાગુ કરવાની કગારે પહોંચી ગયું છે. જ્યારે ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યોએ તેમની ઊર્જા કંપનીઓને અન્ય રાજ્યોમાંથી મોંઘા ભાવે વીજળી ખરીદવાની મંજૂરી આપી છે. જેથી પાવર કટ ટાળી શકાય.

બીજી બાજુ, દેશમાં માંગની સરખામણીમાં વીજળીના પુરવઠામાં 1.4%ની અછત છે. આ ગત નવેમ્બરના 1%ના ઘટાડા કરતાં વધુ છે. જ્યારે તે સમયે દેશમાં કોલસાની તીવ્ર અછતનો સામનો કરવો પડ્યો હતો, જે દેશમાં ઊર્જા ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત છે.

અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રમાં વીજળીની માંગ અને પુરવઠા વચ્ચે 2,500 મેગાવોટનું અંતર છે. આંધ્રપ્રદેશમાં વીજ પુરવઠામાં 8.7 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ઝારખંડ, બિહાર, હરિયાણા અને ઉત્તરાખંડમાં માંગની સરખામણીએ પુરવઠામાં 3%નો ઘટાડો છે.