ધ્વનિ ભાનુશાળીએ રચ્યો ઈતિહાસ, 1 અરબ વ્યૂઝ પામનારી પહેલી યુવા સિંગર બની

0
69

બોલીવુડની સિંગિંગ સેન્સેશન બની ચુકેલી ધ્વનિ ભાનુશાળી હાલ પોતાના ગીતના વ્યૂઝને લઈને ચર્ચામાં છે. તે પહેલી એવી ભારતીય મહિલા સિંગર બની ચુકી છે, જેના ગીતોએ યૂટ્યૂબ પર એક બિલિયન વ્યૂઝ પાર કરી લીધા છે. ટી સીરિઝ તરફથી કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી આ દાવો કરવામાં આવ્યો છે.

2018માં આવેલી ફિલ્મ વેલકમ ટૂ ન્યૂયૉર્ના ગીત ઈશ્તેહારને અવાજ આપીને પોતાની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. અને તેણે પોતાના હાલમાં જ ગાયેલા ગીત દિલબરથી તહેલકો મચાવી રાખ્યો છે. માત્ર 21 વર્ષની યુવા સિંગરે યૂટ્યૂબ પર વ્યૂઝ મેળવવામાં ઈતિહાસ રચી દીધો છે. ટી સીરિઝના પ્રમાણે ધ્વનિના બે ગીતોએ અત્યાર સુધીના વ્યૂઝના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ધ્વનીએ સાહોના ચર્ચિત ગીત સાઈકો સૈયાને પણ પોતાનો અવાજ આપ્યો છે. તે અત્યાર સુધીમાં અનેક ગીતોને પોતાનો અવાજથી સજાવી ચુકી છે.


ટી સીરિઝે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી એક પોસ્ટ શેર કરી છે. જેમાં એક પોસ્ટર સામેલ છે, જેમાં ધ્વનિ ભાનુશાળીની તસવીરની સાથે તેના બે ગીતો ‘લે જા રે’ અને ‘વાસ્તે’ને યૂટ્યૂબ વ્યૂઝ એક બિલિયન એટલે કે એક અરબ ક્રોસ કરવાની જાણકારી આપી છે. એક પોસ્ટના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે ધ્વનિ ભાનુશાળીએ 21 વર્ષની ઉંમરમાં ઈતિહાસ રચનારી ભારતની પહેલી યુવા મહિલા સિંગર છે.

ટી સીરિઝની તરફથી ધ્વનિ ભાનુશાળીને આ મુકામ મેળવવા માટે શુભેચ્છા આપવામાં આવી છે. જે બાદ બોલીવુડના દિગ્ગજો સંજય દત, કરણ જોહર, વરૂણ ધવન, ઈમરાન હાશ્મી સહિતના સિતારાઓએ તેને વધામણી આપી છે. તો ધ્વનિએ આ મુકામ પર પહોંચવા માટે તેના ચાહકોનો આભાર માન્યો. ધ્વનિએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે તે ખૂબ જ ગર્વ અનુભવી રહી છે. અને આ તમારા વગર સંભવ ન થઈ શકેત. આ સપનું સાકાર થવા બરાબર છે.