નાના દેવાદારોના દેવાને માફ કરવા માટેની તૈયારીઓ થઇ

0
22

કેન્દ્ર સરકાર આર્થિકરીતે નબળા વર્ગના દેવાદારોના દેવાને માફ કરવા માટે તૈયારીમાં ઃ આઇબીસી હેઠળ દેવામાફી

નવી દિલ્હી, તા. ૧૯
મોદી સરકાર હવે આર્થિક રીતે કમજાર (ઇડબલ્યુએસ) વર્ગના નાના દેવાદારોના દેવાને માફ કરવા માટેની તૈયારીમાં છે. આઇબીસીહેઠળ સરકાર નાના દેવાદારોના દેવાને માફ કરી શકે છે. આ દિશામાં સક્રિય વિચારણા હાથ ધરવામાં આવી ચુકી છે. આ તમામ આઇબીસીના નવી સ્ટાર્ટ જાગવાઇ હેઠળ કરવામાં આવનાર છે. કોર્પોરેટ મામલાના સચિવ ઇન્જેતી શ્રીનિવાસે નિવેદન જારી કરીને કહ્યુ છે કે આર્થિક રીતે કમજાર વર્ગમાં આવનાર નાના દેવાદારોના દેવાને માફ કરવામાં આવનાર છે. તેમની દેવામાફી માટેની કેટેગરી નક્કી કરવા માટે સરકાર માઇક્રો ફાયનાન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે વાતચીત કરી રહી છે. તેમણે કહ્યુ હતુ કે ઇડબલ્યુએસમાં સૌથી વધારે દેવામાં ડુબેલા લોકોને જ આ સ્કીમના લાભ મળી શકે છે. આ દેવામાફીમાં કેટલાક પ્રકારની જાગવાઇ રહેલી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે જા કોઇએ ફ્રેશ સ્ટાર્ટના લાભ લઇ લીધા છે તો આગામી પાંચ વર્ષ સુધી તે તેના લાભ મેળવી શકશે નહીં. દેશભરમાં પાંચ વર્ષમાં આ દેવામાફી ૧૦૦૦૦ કરોડથી વધારેની રહેશે નહીં. કેટલીક શરતો લાગુ કરવામાં આવી છે જે પૈકી લાભાર્થી પર લોનની કુલ કિંમત ૩૫૦૦૦ રૂપિયા કરતા વધારે હોવી જાઇએ નહીં. લાભાર્થી પાસે પોતાના આવાસ પણ રહેવા જાઇએ નહીં. કેટલીક અન્ય શરતો પણ છે જે પૈકી દેવાદારની વાર્ષિક આવક ૬૦૦૦૦ કરતા વધારે હોવી જાઇએ નહીં.