નિર્ણય/ કરતારપુર કોરિડોર બનાવવાની મોદી સરકારે આપી મંજૂરી, PAKએ કહ્યું- ટૂંક સમયમાં આપીશું સારા સમાચારકરતારપુર સાહેબ સુધી કોરિડોરના નિર્માણને મોદી સરકારની મંજૂરી

0
62
arun jetly speaker shikh samaj
arun jetly speaker shikh samaj

નવજોતસિંહ સિદ્ધુની પાકિસ્તાન યાત્રા બાદ કરતારપુર કોરિડોરનો મુદ્દો ઉઠ્યો હતો.
સરકાર ગુરદાસપુર જિલ્લાથી લઈને આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી કરતારપુર કોરિડોરનું નિર્માણ કરશે.

નવી દિલ્હીઃ શીખ સમુદાયના પ્રથમ ગુરૂ નાનક દેવની 550મી જન્મ જયંતિ પર ભારત સરકારે કરતારપુર સાહેબ સુધી કોરિડોરનું નિર્માણ કરશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો અને નાણા મંત્રી અરૂણ જેટલી તે અંગેની જાહેરાત કરી.

પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુની પાકિસ્તાન યાત્રા બાદથી કરતારપુર સાહેબ કોરિડોરની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે હવે આ મુદ્દે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરી કેબિનેટના નિર્ણયની જાણકારી આપી.

આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી થશે કોરિડોરનું નિર્માણ

– કેન્દ્રીય મંત્રીએ જાણકારી આપી કે કેન્દ્ર સરકાર આ પર્વને મોટા પાયે મનાવશે. સરકાર ગુરદાસપુર જિલ્લાથી લઈને આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી કરતારપુર કોરિડોરનું નિર્માણ કરશે.

– જ્યાં તમામ જરૂર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

– આ કોરિડોરથી લોકોને કરતારપુર સાહેબ જવામાં મદદ મળશે.

– આ ઉપરાંત પાકિસ્તાન સરકારને અપીલ કરવામાં આવશે કે તેઓ પોતાના ક્ષેત્રની આસપાસના વિસ્તારમાં આ માટે સુવિધાઓ વધારે.

મોદી સરકારના અન્ય નિર્ણયો

– આ ઉપરાંત સરકારે એવો નિર્ણય લીધો છે કે પંજાબના કપૂરથલા જિલ્લામાં આવનારા સુલતાનપુર લોધી શહેરને સ્માર્ટ સિટીની જેમ ડેવલપ કરવામાં આવશે. આ શહેર ને પિંડ બાબે નાનક દા નામથી પણ ઓળખવામાં આવે છે.

– અમૃતસરમાં પણ ગુરુ નાનક નામે યુનિવર્સિટી બનાવવામાં આવશે, જ્યાં ધર્મ સાથે જોડાયેલો અભ્યાસ કરાવવામાં આવશે.

– આ યુનિવર્સિટીનું ટાઈઅપ ઈન્ટરનેશનલ યુનિવર્સિટીઓ સાથે કરવામાં આવશે.

– રેલ મંત્રાલયે પણ ગુરુ નાનક દેવ સાથે જોડાયેલાં સ્થાનો માટે સ્પેશિયલ ટ્રેન ચલાવશે.

– ભારત સરકાર દ્વારા યુનેસ્કોને અપીલ કરવામાં આવશે કે ગુરુ નાનકના વિચારોને તમામ ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવે.

પાકિસ્તાને કર્યું સ્વાગત, કહ્યું જલદીથી શરૂ થશે કામ

– પાકિસ્તાને પણ આ મહિનાના અંતથી જ કોરિડોર બનાવવાનું શરૂ કરી દેશે. ઈમરાન ખાન પોતે તેની શરૂઆત કરશે. જો કે આ અંગે તારીખ હજુ નક્કી નથી થઈ.
– કોરિડોર 2019 સુધીમાં પૂર્ણ થઈ શકે છે.
– પાકિસ્તાન સરકાર તરફથી ભારત સરકારના નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે.

arun jetly speaker shikh samaj
arun jetly speaker shikh samaj