નેહા કક્કડના પિતા સમોસા વેચતા હતા, આકરો સંઘર્ષ કરી નામ રોશન કર્યું

0
605
singer-neha-kakkar-get-success-after-hard-work-
singer-neha-kakkar-get-success-after-hard-work-

29 વર્ષની નેહા કક્કડના ગીતો પર આજે આખી દુનિયા ઝુમી ઉઠે છે, પણ અહીં સુધી પહોંચવાનો રસ્તો નેહા માટે સરળ નથી રહ્યો. તે ઘણો સંઘર્ષ કરીને ઋષિકેશથી મુંબઈ સુધીનો સફર ખેડીને નેહા કક્કડનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે. નેહા 4 વર્ષની હતી ત્યારે ગાયકીની શરુઆત કરી હતી. 2006માં પહેલી વખત ઈન્ડિયન આઈડલની બીજી સીઝન માટે ઓડિશન આપ્યું હતું તેમાં તે ક્વોલિફાઈ થઈ હતીનેહા કક્કડ ઉત્તરાખંડની છે. ઋષિકેશની જે સ્કૂલમાં નેહાએ સ્કૂલિંગ કર્યું તે સ્કૂલની બહાર તેના પિતા સમોસા વેચતા હતા. નેહા ઘણા સામાન્ય પરિવારમાંથી આવે છે પણ તેના સપના સામાન્ય બિલકુલ નહોતા. દેવી જાગરણમાં ગાયક નેહાએ પોતાના અવાજને સુરીલો બનાવ્યો છે. અહીં તેણે શરુઆતની ટ્રેનિંગ લીધી.નેહાએ પોતે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ વાત માટે સ્કૂલના બાળકો તેને ચિડવતા હતા, પણ નેહા ક્યારેય પોતાનું મનોબળ તૂટવા નહોતી દીધું. પોતાના પિતાના આદર્શો અને પોતાની મેહનતના બળ પર નેહા આજે આ મુકામ પર પહોંચી છે. આજે નેહા તેના એક ગીત માટે લાખો રુપિયા ચાર્જ કરે છે. આજે યુવાનો તેના ગીતમાં ખોવાઈ જાય છે.લંડન ઠુમકદા, લડકી બ્યુટીફુલ કર ગઈ ચુલ, કાલા ચશ્મા જચદા એ જેવા જાણીતા બનેલા ગીતોને અવાજ આપ્યો છે, આ સિવાય પણ નેહાએ ફિલ્મોમાં ઘણાં ગીતો ગાયા છે. પોતાના ગીતો માટે નેહા ઘણાં અવોર્ડ પણ પોતાના નામે કર્યા છે.નેહાએ જે રીતે બોલિવૂડમાં એન્ટ્રી કરી તે રીતે તે આજે નવી પેઢીને આ સીડી તરફ આગળ વધવા માટે મદદરુપ બને છે. તે સંગીતના રિયાલિટી શોમાં જજ તરીકેની ભૂમિકા પણ ભજવે છે