Saturday, September 26, 2026
HomeAhmedabadપાસપોર્ટ માટે અમદાવાદમાં અરજી થઈ અને ઈશ્યુ ઉત્તરપ્રદેશમાં થયો

પાસપોર્ટ માટે અમદાવાદમાં અરજી થઈ અને ઈશ્યુ ઉત્તરપ્રદેશમાં થયો

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

પાસપોર્ટ જેવા અત્યંત ગંભીર દસ્તાવેજની વિગતોનો વ્યક્તિની જાણ બહાર દુરુપયોગ થયાની શક્યતા દર્શાવતો વિચિત્ર મામલો હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો હતો. જેમાં અમદાવાદની એક વ્યક્તિએ તેમનો પાસપોર્ટ રિન્યૂ કરવાની અરજી આપી તો તેમના નામે ઉત્તરપ્રદેશના બરેલીમાં પાસપોર્ટ ઇસ્યૂ થયો હોવાથી પાસપોર્ટ રિન્યૂ કરવાની અરજી રદ કરી દેવામાં આવી હતી. તેથી આ વ્યક્તિએ હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા હતા. હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગજેએ તેમને રાહત આપતાં અમદાવાદ પાસપોર્ટ ઓફિસને આદેશ કર્યો હતો કે અરજદાર પાસપોર્ટ રિન્યૂ કરવાની નવેસરથી અરજી કરે તો તેના પર યોગ્ય નિર્ણય કરવામાં આવે. આ કેસમાં અરજદારની રજૂઆત છે કે તેમણે પાસપોર્ટ રિન્યુ કરાવવા માટે અરજી આપી હતી. રિન્યૂઅલની અરજી એમ કહીને રદ કરવામાં આવી હતી કે આ જ નામ અને વિગતો ધરાવતો પાસપોર્ટ ઉત્તરપ્રદેશની બરેલી પાસપોર્ટ ઓફિસમાંથી ઇસ્યૂ થયો છે. ત્યારબાદ અરજદારને જાણવા મળ્યું હતું કે જે-તે સમયે પાસપોર્ટ કઢાવવાની અરજી માટે એજન્ટને અપાયેલા દસ્તાવેજો અને માહિતીનો દુરુપયોગ કરી બરેલીમાંથી પાસપોર્ટ કઢાવવામાં આવ્યો છે. અરજદારની રજૂઆત હતી કે તેઓ અમદાવાદમાં રહે છે અને અમદાવાદ પાસપોર્ટ ઓફિસ સિવાય ક્યાંય તેમણે અરજી કરી નથી. આ ઉપરાંત તેમણે સંબંધિત પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે અને નિવેદન આપ્યું છે કે બરેલીમાંથી ઇસ્યૂ થયેલા પાસપોર્ટ સાથે તેમને કોઇ સંબંધ નથી.આ પાસપોર્ટ ગેરકાયદે ઇસ્યૂ થયો હોવાની રજૂઆત હોવા છતાં પાસપોર્ટ રિન્યૂ ન થતાં તેમણે હાઇકોર્ટમાં રિટ કરી હતી. જેમાં હાઇકોર્ટ રિટના ગુણદોષમાં ગયા વિના અરજદારને નવેસરથી અરજી કરવા અને પાસપોર્ટ ઓફિસને અરજી અંગે નિયમ મુજબ નિર્ણય લેવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે આદેશમાં કહ્યું છે કે અરજદારની માહિતી અને વિગતોનો દુરુપયોગ થયો હોવાનો મુદ્દો ધ્યાન માગી લે તેવો છે.એટલું જ નહીં તેમની સાથે બનેલી ઘટનાની પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. તેથી અરજદારને બે અઠવાડિયામાં નવેસરથી રિન્યુઅલ અરજીનો આદેશ આપવામાં આવે છે અને પાસપોર્ટ સત્તામંડળે અરજદારની અરજી અને તેની રજૂઆતો સાંભળી નિયમ મુજબ નિર્ણય લેવા આદેશ આપવામાં આવે છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here