પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પહેલા ન્યુ જર્સીના રેસ્ટોરન્ટમાં લોન્ચ કરવામાં આ ખાસ થાળી

0
2

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે જશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક પ્રકારના કરારો પણ થઈ શકે છે. પીએમ મોદીની આગામી યુએસ મુલાકાત પહેલા, ન્યુ જર્સીમાં એક રેસ્ટોરન્ટે ‘મોદી થાળી’ નામની થાળી શરૂ કરી છે.

ન્યૂજર્સી સ્થિત એક રેસ્ટોરન્ટે પીએમ મોદીના નામે થાળી લોન્ચ કરી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના મહેમાન બન્યા પહેલા ન્યૂજર્સી સ્થિત એક રેસ્ટોરન્ટે પીએમ મોદીના નામે થાળી લોન્ચ કરી છે. રેસ્ટોરન્ટના માલિક શ્રીપદ કુલકર્ણીએ એક વીડિયોમાં જણાવ્યું કે, પીએમ મોદીની આગામી અમેરિકા મુલાકાતને ધ્યાનમાં રાખીને તેમના નામ પર એક થાળી લોન્ચ કરવામાં આવી છે, જેને ‘મોદી થાળી’ નામ આપવામાં આવ્યું છે.

આટલી આઈટમો હશે આ થાળીમાં 

રેસ્ટોરન્ટના માલિકે કહ્યું કે, “ભારતીય સમુદાયની માંગ પર, અમે મોદી સ્પેશિયલથાળી બનાવી છે. આ થાળીમાં રસગુલ્લા, સરસવનું શાક, દમાલુશાક, ઢોકળા, છાશ, પાપડ, ખીચડી વગેરે છે.” તેણે આગળ કહ્યું કે, આપણા ભારતીય લોકોએ આ થાળી ખાધી છે અને બધાને તે ખૂબ જ પસંદ આવી રહી છે.