Monday, September 28, 2026
HomeWorldદુબઇમાં ચેરીટી હરાજી : પી7 નંબર પ્લેટ 122 કરોડ રૂપિયામાં વેચાઇ

દુબઇમાં ચેરીટી હરાજી : પી7 નંબર પ્લેટ 122 કરોડ રૂપિયામાં વેચાઇ

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

– 2008માં એક નંબરની પ્લેટ 5.23 કરોડ દિરહમમાં વેચાઇ હતી

– નંબર પ્લેટ અને ફોન નંબરથી હરાજીથી પ્રાપ્ત 10 કરોડ દિરહમનો ઉપયોગ રમઝાનમાં લોકોને જમાડવા માટે કરાશે

દુબઇમાં સૌથી મોંઘી નંબર પ્લેટની હરાજી કરવામાં આવી હતી. જેમાં કેટલાક નંબર કરોડો રૂપિયાના ભાવમાં વેચવામાં આવ્યા હતી. પી૭ નંબર પ્લેટ આ હરાજીમાં સૌથી મોંઘા ભાવે વેચવામાં આવ્યો હતો. આ નંબર પ્લેટની વેચાણ કીંમત એટલી વધારે છે કે આ રકમમાંથી  મુંબઇના પોશ વિસ્તારમાં કરોડો રૂપિયાનું ફલેટ ખરીદી શકાય.

દુબઇમાં મોસ્ટ નોબલ નંબર્સની હરાજી દરમિયાન કારની નંબર પ્લેટ પી૭ વિક્રમજનક ૫.૫ કરોડ દિરહમ એટલે કે ૧,૨૨,૬૧,૪૪,૭૦૦ રૂપિયામાં વેચવામાં આવી હતી. હરાજીમાં આ નંબરની બોલી ૧.૫ કરોડ દિરહમથી થઇ હતી.

થોડીક જ સેકન્ડોમાં આ બોલી ત્રણ કરોડ દિરહમ સુધી પહોંચી ગઇ હતી. જો કે ૩.૫ કરોડ દિરહમ પર જઇને આ બોલી થોડાક સમય માટે રોકાઇ ગઇ હતી. જો કે ત્યારબાદ આ બોલી ૫.૫ કરોડ દિરહમ પર પહોંચી ગઇ હતી.

જુમેરાની ફોર સિઝન નામની હોટેલમાં થયેલ આ કાર્યક્રમમાં અન્ય વીઆઇપી નંબર પ્લેટ અને ફોન નંબરની પણ હરાજી કરવામાં આવી હતી. હરાજી દ્વારા લગભગ ૧૦ કરોડ દિરહમ (૨.૭ કરોડ ડોલર) એકત્ર કરવામાં આવ્યા હતાં. જે રમઝાન દરમિયાન લોકોને જમાડવા માટે આપવામાં આવશે. કારની નંબર પ્લેટો અને એક્સકલુસિવ મોબાઇલ નંબરોની હરાજીથી કુલ ૯.૭૯૨ કરોડ દિરહમ મળ્યા છે. 

અમીરાત ઓક્શન, દુબઇના સડક અને પરિવહન ઓથોરિટી તથા ટેલિકોમ કંપનીઓ એતિસલાત તથા ડૂ દ્વારા આ હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અગાઉ ૨૦૦૮માં એક ઉદ્યોગપતિએ અબુ ધાબીની નંબર ૧ પ્લેટ માટે ૫.૨૨ કરોડ દિરહમની બોલી લગાવી હતી.

આ હરાજીથી થયેલ એકત્ર થયેલ રકમ વન બિલિયન મીલ્સ અભિયાનને સોંપી દેવામાં આવશે. જેની સ્થાપના વૈશ્વિક ભૂખમરાને દૂર કરવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી. 

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here