બજેટ પ્રોત્સાહનના પગલે દેશમાં એકસ્ટ્રા લોંગ સ્ટેપલ કોટનનું ઉત્પાદન વધશેઃ આયાત ઘટશે

0
8

– ખાદ્યતેલોની આયાત પર આધાર ઘટાડવા બજેટમાં કોઈ લક્ષ અપાયું નથી

– ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટીમાં કાચા તથા રિફાઈન્ડ માલો પરની ડયુટીનો  તફાવત વધારવા બજેટમાં લક્ષ નહિંં અપાતા બજારમાં નારાજગી

મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે  બજેટ પછી  વેપારી વર્ગમાં નિરાશા  જોવા મળી હતી. બજેટમાં આયાતી  ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી  વિશે કોઈ જાહેરાત  કરાઈ નથી.  દેશમાં  ખાદ્યતેલોની આયાત  તાજેતરમાં વધતી જોવા મળી  છે. આવી આયાત ઘટાડવા  બજેટમાં  કોઈ વિશેષ  લક્ષ આપવામાં  આવ્યું નથી. દેશમાં ખાદ્યતેલોનું ઉત્પાદન  વધારવા માટે બજેટમાં કોઈ વિશેષ ફાળવણી કરવામાં આવી નથી એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.  

નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ્સના  સંદર્ભમાં   બજેટમાં  કોઈ ખાસ  લક્ષ  આપવામાં  આવ્યું નથી . ખાદ્યતેલોની બાબતમાં  આત્મ નિર્ભરતા વિશે કોઈ ચર્ચા પણ બજેટમાં  સંભળાઈ નથી, એક માત્ર એગ્રી એક્સીલેટર  ફંડનો  ઉલ્લેક કરાયો છે. દરમિયાન, કૃષી ક્ષેત્રે ગ્રીન તથા પર્યાવરણની સુરક્ષા વિષયક  ભરા હજેટમાં  મુકવામાં  આવ્યો છે  તથા આના પગલે  એરંડા ખોળ તથા નિમસીડ ખોળ જેવા ઓર્ગેનિક ખાતરનો  ઉપયોગ વધવાની શક્યતા જાણકારો બતાવી  રહ્યા છે.  કાચા  ગ્લીસીરીનની ઈમ્પોર્ટ  ડયુટી ૭.૫૦ ટકાથી  ઘટાડી  ૨.૫૦ ટકા કરાઈ છે. આના પગલે ઘરઆંગણાના ગ્લીસરીન રિફાઈનિંગ  ઉદ્યોગને  લાબ થશે.  દરમિયાન,  દેશમાં  આયાત થતા કાચા ખાદ્યતેલો તથા  રિફાઈન્ડ ખાદ્યતેલો પરની  ઈમ્પોર્ટ  ડયુટી વચ્ચેનો તફાવત વધારવાની આવશ્યકતા હતી પરંતુ  આ વિશે પણ  ઓછું  લક્ષ આપવામાં ાવતા  ખાદ્યતેલોના રિફાઈનિંગ  ક્ષેત્રને નિરાશા સાંપડી છે. દરમિયાન, દેશમાં એકસ્ટ્રા  લોન્ગ સ્ટેપલ કોટન  અતિ લાંબા તારના  રૂનું  ઉત્પાદન  વધારવા  બજેટમાં  પ્રોત્સાહનો  જાહેર કરાયા છે.  આવા રૂમાં  કલસ્ટર  આધારીત  વેલ્યુ  ચેઈનના પગલે  આવા રૂનો  વપરાશ કરતા  સ્થાનિક ઉદ્યોગો આવા રૂનું  ઉત્પાદન  કરતા  ખેડૂતો સાથે  મળીને કોન્ટ્રેકટ  ફાર્મિંગ  કરી શકશે  તથા  આવા  ફાર્મિંગને  પ્રોત્સાહન  અપાયું છે. આ માટે રૂ.૨૨૦૦  કરોડની સબસીડી  અપાવવાની ગણતરી જાણકારો  બતાવી રહ્યા હતા.  દેશમાં આવા અતિ લાંબા તારના રૂનું વાર્ષિક  ઉત્પાદન  આશરે  ૩થી ૩.૫૦ લાખ  ગાંસડી  થાય છે  જ્યારે તેની  માગ  ઘરઆંગણે  આશરે ગાંસડી  થાય છે  જ્યારે તેની માગ  ઘરઆંગણે  આશરે વાર્ષિક  ૧૦ લાખ ગાંસડીની રહેતી હોવાથી  ૬થી ૭ લાખ  ગાંસડી રૂની  આયાત કરવી પડે છે. હવે બજેટના પગલે દેશમાં આવા રૂનું  ઉત્પાદન  વધશે  તથા આયાત પર  આધાર  ઘટશે એવું  કોટન એસોસીએશન  ઓફ ઈન્ડિયાએ જણાવ્યું  હતું.