બનાવો ‘ઇન્સ્ટન્ટ જલેબી

0
49
માત્ર 20 જ મિનિટમાં બની જતી આ સ્વીટ
માત્ર 20 જ મિનિટમાં બની જતી આ સ્વીટ

ખીરુ બનાવવા : ૧ કપ મેંદો, ૧ ટી સ્પૂન બેકીંગ પાવડર, ૨ ટે સ્પૂન બેસન, ૧/૪ કપ દહીં, ચપટી યલો ફૂડ કલર. ચાસણી માટે : ૧ કપ ખાંડ (જરૂર મૂજબ), ખાંડ ડૂબે એટલું પાણી, ચપટી યલો ફૂડ કલર, કેસર / ઇલાયચી (જે ફ્લેવર ગમતી હોય તે) તળવા માટે તેલ

બનાવવાની રીત : એક બાઉલમાં ખીરુ બનાવવાની બધી સામગ્રી મિક્સ કરી જરૂર મૂજબ પાણી રેડી મિડિયમ પતલુ ખીરુ તૈયાર કરો. બીજા બાઉલમાં ખાંડ અને પાણી લઇ એક તારની ચાસણી બનાવો. તેમાં ચપટી કલર ઉમેરી મનગમતી ફ્લેવર ઉમેરો.

જલેબી તળવા માટે ફ્લૅટ પેન લેવું. પેનમાં તેલ લઇ ગરમ કરવા મૂકવું. ટૉમેટો કેચપની બોટલમાં કે એક પ્લાસ્ટિકની બેગની એક બાજુથી કાંણુ પાડીને તેમા ખીરુ ભરવુ. પ્લાસ્ટિકની બેગને કોન જેવો આકાર આપી દેવો. જે બાદ તેમા ખીરુ ભરી ગરમ તેલમાં જલેબી પાડવી. ક્રિસ્પી તળાય પછી તરત જ ચાસણીમાં ડીપ કરવી. જલેબીમાં ચાસણી ભરાય જાય એટલે પ્લેટમાં કાઢી લેવી. આ રીતે બધી જલેબી બનાવવી. નોંધ : એકવારની તળેલી જલેબી ચાસણીમાં ડીપ કરી બીજી જલેબી ગરમ તેલમાં પાડવી ત્યાર પછી પહેલી ચાસણીમાં મૂકેલી જલેબી કાઢી લેવી. જલેબી તળવા માટે ફ્લૅટ પેન લેવું. પેનમાં તેલ લઇ ગરમ કરવા મૂકવું.