બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે કેન્દ્ર હાથ ઊંચા કર્યા, ગુજરાત સરકારની છે જવાબદારી

0
54
/news/MGUJ-AHM-HMU-LCL-center-file-affidavit-in-gujarat-highcourt-on-land-acquisition-for-bullet-train-gujarati-news
/news/MGUJ-AHM-HMU-LCL-center-file-affidavit-in-gujarat-highcourt-on-land-acquisition-for-bullet-train-gujarati-news

25 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ સમા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફંડિંગ કરનારી જાપાની કંપની જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (જીકા)એ ફંડિંગ રોક્યું હોવાના અહેવાલો આવ્યા હતા. જાપાની કંપનીએ મોદી સરકારને કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ પર આગળ વધતાં પહેલાં ભારતે ખેડૂતોની સમસ્યાને ગંભીરતાથી લેવાની જરૂર છે. જેને પગલે

આજે કેન્દ્ર સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં કેન્દ્રએ જણાવ્યું કે, જમીન સંપાદનની પ્રક્રિયા ગુજરાત સરકાર કરી રહી હોવાથી તે આ બાબતે કશું કહી શકે નહીં. અરજદારોએ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં કોઈ માંગણી ન કરી હોવાથી કેન્દ્ર સરકારે કંઈ કહેવાનું રહેતું નથી. તેમજ જરૂર પડ્યે વિગતવાર સોગંદનામું કરવાની હાઈકોર્ટ પાસે છૂટ માંગવામાં

આવી છે.

ગુજરાત સરકારનું પણ હાઈકોર્ટમાં સોગંદનામું

આ અગાઉ રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં દાવો કર્યો હતો કે, બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનની પ્રક્રિયામાં સોશિયલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ એક્ઝેમ્પ્શન કરવામાં આવ્યું છે. આ મામલે હવે સોમવારે સુનાવણી હાથ ધરાશે.