બોલો..મતદાન કેન્દ્ર પર વીવીપેટ મશીનમાંથી સાપ નીકળ્યો..!!

0
111
snake from vvpat machine in kannur polling booth
snake from vvpat machine in kannur polling booth

(જી.એન.એસ)તિરુવનંતપુરમ્‌,તા.૨૩
કન્નૂર લોકસભા ક્ષેત્રમાં સવારે એક મતદાન કેન્દ્ર પર અસામાન્ય ઘટના જાવા મળી. વાત એમ છે કે મૈય્યિલ કંડાક્કઇના એક બુથમાં વીવીપેટ મશીનની અંદર એક નાનકડો સાપ જાવા મળ્યો. જે સમયે મતદાન થઇ રહ્યું હતું, એ સમયે એક મતદાતા એ વીવીપેટ મશીનમાં સાપ દેખાયો, ત્યારબાદ બૂથ પર ઉભેલા બાકી મતદાતાઓમાં દહેશત ફેલાઇ ગઇ.
જા કે સાપને ટૂંક સમયમાં જ મશીનથી બહાર નીકાળી દીધા ત્યારબાદ ફરી એકવખતથી મતદાન શરૂ થઇ શકયું. કન્નૂર ક્ષેત્રમાંથી હાલના સાંસદ પી.કે.શ્રીદેમી (સીપીઆઈ-એમ-એલડીએફ)ના સુરેંદ્રન (કોંગ્રેસ-યુડીએફ) અને સી.કે.પદ્મનાભન (ભાજપ-એનડીએ) પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે વાયનાડ સીટ પરથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યાં છે. કોંગ્રેસની પરંપરાગત સીટ હોવા છતાંય વાયનાડમાં વામ મોર્ચા અને ભાજપે આ વખતે જે રીતે રાહુલ ગાંધીની ઘેરાબંધી કરી છે. ૨૦૧૪મા કોંગ્રેસના શાનવાસે અંદાજે ૨૦૦૦૦ વોટના અંતરથી ભાકપા નેતા સત્યન મોકેરીને હરાવ્યા હતા.