Saturday, October 17, 2026
HomeWorldબ્રિટનમાં રોમન સામ્રાજ્યકાળનું 4000 વર્ષ જૂનું મંદિર મળ્યું, પુરાતત્વવિદોએ કર્યા ચોંકાવનારા દાવા

બ્રિટનમાં રોમન સામ્રાજ્યકાળનું 4000 વર્ષ જૂનું મંદિર મળ્યું, પુરાતત્વવિદોએ કર્યા ચોંકાવનારા દાવા

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

મ્યુઝિયમ ઓફ લંડન આર્કિયોલોજી (MOLA) ના પુરાતત્વવિદોની ટીમ ખોદકામ કરી રહી છે

પુરાતત્વવિદોની ટીમને ખોદકામ દરમિયાન આ સ્થળે પ્રાચીન મંદિર અથવા પ્રાર્થના સ્થળના અવશેષો મળ્યા

ઈંગ્લેન્ડના નોર્થમ્પ્ટન નજીક એક પ્રાચીન સ્થળ પર પુરાતત્ત્વવિદોની સંશોધન ટીમને જે મળ્યું તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. પુરાતત્વવિદોની ટીમને ખોદકામ દરમિયાન આ સ્થળે પ્રાચીન મંદિર અથવા પ્રાર્થના સ્થળના અવશેષો મળ્યા છે. આ અવશેષો પ્રાચીન સભ્યતા સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરના અવશેષો 4 હજાર વર્ષ જૂના હોઈ શકે છે. પુરાતત્વવિદોનું કહેવું છે કે આ સ્થળ ઈતિહાસની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અહીં બીજી ઘણી મોટી શોધો થઈ શકે છે.

MOLA કરી રહી છે ખોદકામ 

મ્યુઝિયમ ઓફ લંડન આર્કિયોલોજી (MOLA) ના પુરાતત્વવિદોની ટીમ નોર્થમ્પટન નજીક ઓવરસ્ટોન ખાતે આ સ્થળનું ખોદકામ કરી રહી છે. ખાસ વાત એ છે કે જે જગ્યાએ ખોદકામ ચાલી રહ્યું છે ત્યાં હાઉસિંગ ડેવલપમેન્ટ કરવામાં આવશે. આ સ્થળ ઈતિહાસ સાથે જોડાયેલું છે તેથી સંશોધકો પહેલા ખોદકામ કરી રહ્યા છે.

નિષ્ણાતો શું માને છે? 

નિષ્ણાતો માને છે કે આ સ્થાનનો ઉપયોગ 2 હજાર વર્ષથી વધુ સમય સુધી કરવામાં આવ્યો હશે. તેમણે કહ્યું કે અત્યાર સુધી આ સ્થળે કાંસ્ય યુગ અને રોમન સભ્યતા સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ મળી આવી છે. પુરાતત્વવિદોની ટીમને રોમન સભ્યતા સાથે સંબંધિત એક પ્રાચીન માળખું મળ્યું છે. આ માળખા અંગે નિષ્ણાતો કહે છે કે અહીં બે રૂમ  રહ્યા હશે અને એક રૂમમાંથી સીડી પણ ઉપરના માળે જતી હતી. પુરાતત્વવિદોના મતે, આ સ્થળ પૂજા કે પ્રાર્થનાનું સ્થળ હોવું જોઈએ. તેનો ઉપયોગ કોઈપણ રોજિંદા કામ માટે કરવામાં આવતો નહીં હોય. બ્રિટનમાં માત્ર એક જ નહીં પરંતુ આવી અનેક જગ્યાઓ છે, જ્યાં રોમન સામ્રાજ્ય દરમિયાન મંદિરો બનાવવામાં આવ્યા હતા. 

બ્રિટનમાં આ સ્થળ પરની આ સૌથી જૂની શોધ 

નિષ્ણાતોના મતે, આ પ્રાચીન સ્થળમાંથી સૌથી જૂની શોધ એક સમાધિ સ્તૂપની હતી, જેનું નિર્માણ 1500 થી 2000 બીસીની વચ્ચે થયું હશે. પુરાતત્વવિદોની ટીમને આ સમાધિ પર કાંસ્ય યુગના પાંચ અંતિમ સંસ્કારના કળશ પણ મળ્યા હતા. જો કે, હજુ સુધી સ્થળ પર કોઈ માનવ કબર કે અવશેષો મળ્યા નથી. મ્યુઝિયમ ઑફ લંડન આર્કિયોલોજીના પુરાતત્વવિદ્ સિમોન માર્કસે જણાવ્યું હતું કે, “પ્રાચીન સમયમાં સ્થાનિક સમુદાયો માટે આ સ્થળનું ખૂબ મહત્વ રહ્યું હશે.” સમાધિ હેઠળ કોઈ માનવ અવશેષો ન હોવાનો અર્થ એ થઈ શકે છે કે લોકો આ સ્થાન પર રહેતા ન હોત, પરંતુ તેનો ઉપયોગ પૂજા સ્થળ અથવા પ્રાર્થના સ્થળ જેવી વસ્તુઓ માટે કરવામાં આવ્યો હશે. 

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here