ભારતે આતંકવાદ સામે શાનદાર કામ કર્યુ, યુએસ સરકારના રીપોર્ટે કરી પ્રશંસા

0
6

રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે

ઘણા આતંકવાદી સંગઠનો હજુ પણ સક્રિય છે

ભારત સરકારે આતંકવાદ સામે શાનદાર કામ કર્યુ છે. અમેરિકી સરકારના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતે આતંકી સંગઠનોની ઓળખ, તેમને નષ્ટ કરવા અને તેના ખતરાને ઘટાડવામાં ઘણું સારું કામ કર્યુ છે. 

આતંકવાદીઓ હવે નાગરીકોને નિશના બનાવી રહ્યા છે : રિપોર્ટ
અમેરિકાના બ્યુરો ઓફ કાઉન્ટર ટેરરિઝમ દ્વારા ‘કંટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝમ 2021ના ઈન્ડિયા’ રિપોર્ટ અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વી રાજ્યો, મધ્ય ભારતના કેટલાક વિસ્તારો ભારતમાં આતંકવાદથી પ્રભાવિત છે. આ રિપોર્ટ મુજબ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, ISIS, અલ કાયદા, જમાત ઉલ મુજાહિદ્દીન, જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ જેવા આતંકવાદી સંગઠનો સક્રિય છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતું કે  વર્ષ 2021માં એવું જોવા મળ્યું હતું કે આતંકવાદી સંગઠનોએ પોતાની રણનીતિમાં થોડો ફેરફાર કર્યો છે અને હવે તેઓ સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને ડ્રોન અને IED વગેરેથી વિસ્ફોટ કરી રહ્યા છે.

ભારતે ગુપ્તચર એજન્સીઓને મજબુત બનાવી
આ ઉપરાંત આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં 153 આતંકી હુમલા થયા હતા, જેમાં 45 સુરક્ષા દળોના જવાનો, 36 નાગરિકો અને 193 આતંકવાદીઓ સહિત કુલ 274 લોકોના મોત થયા હતા. વર્ષ 2021માં ભારતમાં આતંકવાદ પ્રભાવિત વિસ્તારમાં બહુ ફેરફાર થયો નથી. ભારતે રાજ્ય અને કેન્દ્રીય સ્તરે ગુપ્તચર એજન્સીઓને મજબૂત બનાવી છે.