ભારત અને યુકે વચ્ચેની ફ્લાઇટો સાતમી જાન્યુઆરી સુધી બંધ રહેશે

0
24
પુરીએ આ માહિતી ટ્વિટર પર આપતા જણાવ્યું હતું કે ૭મી જાન્યુઆરી સુધી ફ્લાઇટો બંધ રાખવાનો નિર્ણય હંગામી ધોરણે લેવામાં આવ્યો છે.
પુરીએ આ માહિતી ટ્વિટર પર આપતા જણાવ્યું હતું કે ૭મી જાન્યુઆરી સુધી ફ્લાઇટો બંધ રાખવાનો નિર્ણય હંગામી ધોરણે લેવામાં આવ્યો છે.

નવી દિલ્હી: સામાન્ય આંતરરાષ્ટ્રીય પ્રવાસી ફ્લાઇટો પરનો પ્રતિબંધ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવાયો છે, પણ સ્પેશિયલ ફ્લાઇટો અને ઇન્ટરનેશનલ ઍર કાર્ગો ઑપરેશન માટે આ પ્રતિબંધ નથી. આ સિવાય, કોરોનાના નવા વાઇરસનો ફેલાવો આપણા દેશમાં ન થાય એ માટે ભારત અને યુનાઇટેડ કિંગ્ડમ (યુકે) વચ્ચેની ફ્લાઇટો હવે સાતમી જાન્યુઆરી ૨૦૨૧ સુધી બંધ રાખવાનો નિર્ણય સરકારે લીધો હોવાની માહિતી નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદિપસિંહ પુરીએ બુધવારે આપી હતી.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગયા સપ્તાહ દરમિયાન યુરોપના દેશો અને ભારત વચ્ચેની બધી જ ફલાઇટો ૨૩ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો.કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે ભારત અને યુકે વચ્ચેની ફ્લાઇટો સાતમી જાન્યુઆરી ૨૦૨૧ સુધી બંધ રાખવાની આપેલી સલાહને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પુરીએ આ માહિતી ટ્વિટર પર આપતા જણાવ્યું હતું કે ૭મી જાન્યુઆરી સુધી ફ્લાઇટો બંધ રાખવાનો નિર્ણય હંગામી ધોરણે લેવામાં આવ્યો છે. ત્યાર બાદ સખત નિયમો સાથે ફ્લાઇટો શરૂ કરવામાં આવશે અને એ માટેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને બુધવારે જણાવ્યું હતું કે જોઇન્ટ મોનિટરીંગ કમિટિને મળેલી માહિતી પ્રમાણે ભારત-યુકે વચ્ચેની ફ્લાઇટો ૭મી જાન્યુઆરી સુધી બંધ રાખવી જોઇએ અને ત્યાર બાદ સખત નિયમો હેઠળ ફ્લાઇટો શરૂ કરી શકાશે. આ માટેના નિયમો સ્વાસ્થ્ય મંત્રાલય સાથે ચર્ચા કરીને નક્કી કરવાના રહેશે.સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે ભારત આવેલા ૨૦ નાગરિક કોરોનાના નવા વાઇરસના ચેપથી ગ્રસ્ત હોવાની વાત જાણવા મળી હતી.યુકેમાં મળી આવેલા નવા કોરોના વાઇરસની હાજરી ડેનમાર્ક, નેધરલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ઇટાલી, સ્વીડન, ફ્રાંસ, સ્પેન, સ્વિટ્ઝરલૅન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબેનોન અને સિંગાપોરમાં હોવાની વાત જાણવા મળી છે.સામાન્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો તો કોરોનાના રોગચાળા બાદ ૨૩મી માર્ચે બંધ કરવામાં આવી હતી, પણ ખાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોને વંદે ભારત યોજના હેઠળ આ વર્ષના મે મહિનાથી અને દ્વિપક્ષીય બબલ કરાર હેઠળ જુલાઇથી શરૂ કરવામાં આવી હતી. ભારતે ૨૪ દેશ સાથે આવા બબલ કરાર કર્યા છે.ડીજીસીએની જાહેરાત અનુસાર ચોક્કસ રૂટ પર કેસ-ટુ-કેસના આધારે આંતરરાષ્ટ્રીય શિડયુલ પ્રવાસી ફ્લાઇટોને સંબંધિત ઑથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવશે.