મણીપુરની રાહત શિબિરોમાં હજારો માસુમ બાળકો અને મહિલાઓ પરેશાન, દવા-ખોરાકની અછત

0
3

10 હજાર માસૂમ બાળકો સહિત 50 હજારથી વધુ લોકો અપૂરતી સુવિધા સાથે રાહત શિબિરોમાં

મણીપુર હિંસા અંગે વિપક્ષ મોદી સરકારને સતત ઘેરી રહ્યો છે. હવે વિપક્ષી દળોનું પ્રતિનિધિમંડળ મણિપુર પ્રવાસથી પરત ફર્યું છે, ત્યારબાદ તમામ નેતાઓ પોતાના અનુભવો જણાવી રહ્યા છે. આ સાથે રાજ્યમાં સ્થિતિ કેટલી બગડી રહી છે તેનો ચિતાર આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર ઘણા મહત્વના મુદ્દા મુક્યા છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે અમારા ગઠબંધન ઇન્નાડિયા સાંસદોએ મણિપુરના લોકો સાથે વાત કરી અને હૃદય હચમચાવી નાખનાર વાતો સાંભળી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં મણિપુરની મુલાકાતે ગયેલા તમામ વિપક્ષી સાંસદો બેઠેલા જોવા મળે છે. આ બેઠકમાં ખડગેએ પણ ભાગ લીધો હતો. બેઠકમાં સાંસદોએ વીડિયો અને તસવીરો દ્વારા જણાવ્યું કે હાલમાં મણિપુરમાં કેવી સ્થિતિ છે. ખડગેએ પોતાના ટ્વીટમાં આ વાતચીતનો ઉલ્લેખ કર્યો છે.10 હજાર માસૂમ બાળકો સહિત 50 હજારથી વધુ લોકો અપૂરતી સુવિધા સાથે રાહત શિબિરોમાં છે. ખાસ કરીને મહિલાઓ માટે સુવિધાઓનો અભાવ છે, સાથે જ લોકોને દવાઓ અને ખોરાકની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. મણિપુરમાં આર્થિક પ્રવૃત્તિ ઠપ્પ થઈ ગઈ છે, બાળકો શાળાએ જઈ શકતા નથી, ખેડૂતોએ ખેતી કરવાનું બંધ કરી દીધું છે અને લોકો આર્થિક નુકસાન અને માનસિક તકલીફ બંનેનો સામનો કરી રહ્યા છે. બે સમુદાયો વચ્ચેનું વિભાજન વધુ ચિંતાજનક છે.મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ટ્વીટમાં પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું, “ચૂંટણી રેલીઓ, સેલ્ફ-પીઆર, ટ્રેન ઉદ્ઘાટન અને ભાજપની સભાઓમાં હાજરી આપવાનો સમય હોવા છતાં, પીએમ મોદી પાસે મણિપુરના લોકોની વેદના અને પીડાને સંબોધવા અથવા સમુદાયના પ્રશ્નોના નિરાકરણ માટે ઓછો સમય છે.”મણિપુરની પરિસ્થિતિને સંભાળવામાં મોદી સરકાર દિશાહીન લાગે છે, જે સંસદમાં વ્યાપક નિવેદન ન આપવાથી સ્પષ્ટ થાય છે.”