મહારાષ્ટ્રમાં પેટ્રોલ 5, ડીઝલ 3 રૂપિયા સસ્તું થયું; રાજ્ય સરકારે વેટ ઘટાડ્યો

0
4
મહારાષ્ટ્ર સરકાર વેટમાં કમાણીમાં સૌથી આગળ
ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ-ડીઝલના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને અન્ય ઘણી વસ્તુઓને ધ્યાનમાં રાખી રોજ પેટ્રોલ-ડીઝલની કિંમત નક્કી કરે છે.

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે સામાન્ય જનતાનો મોંઘવારીમાં રાહત આપવા માટે પટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ કરી દીધું છે. રાજ્ય સરકારે આજે થયેલી કેબિનેટ બેઠકમાં પેટ્રોલ-ડીઝલ પરના વેટમાં ઘટાડો કર્યો છે. અત્યારે મુંબઈમાં લિટર દીઠ પેટ્રોલનો ભાવ 111.35 રૂપિયા અને ડીઝલનો ભાવ 97.28 રૂપિયા થયો છે. આ ઘટાડા પછી હવે પેટ્રોલનો ભાવ 106.35 રૂપિયા અને ડીઝલનો ભાવ 97.28 રૂપિયા થયો છે.આ પહેલાં મે મહિનામાં પણ મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ પર લાગતા વેટમાં 2.08 રૂપિયા અને ડીઝલમાં 1.44 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.વેટથી કમાણીના મુદ્દે મહારાષ્ટ્ર સૌથી આગળ છે. 2021-22માં વેટ દ્વારા રાજ્ય સરકારે 34,022 કરોડની કમાણી કરી હતી. ત્યારપછી ઉત્તરપ્રદેશનો નંબર આવે છે. ઉત્તરપ્રદેશે 26,333 કરોડ રૂપિયાની કમાણી કરી છે.વેટ વસૂલવા મુદ્દે મણિપુર સૌથી આગળ છે, અહીં પેટ્રોલ પર 36.50% અને ડીઝલ પર 22.50% ટેક્સ વસૂલવામાં આવે છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુમાં વેટ ઓછે છે, અહીં પેટ્રોલ પર 15% અને ડીઝલ પર 11% ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.જૂન 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસે આમાં ફેરફાર થતા હતા. 26 જૂન 2010 પછી સરકારે પેટ્રોલની કિંમતોનું નિર્ધારણ ઓઈલ કંપની ઉપર રાખી દીધું છે. આવી રીતે ઓક્ટોબર 2014 સુધી ડીઝલની કિંમત પણ સરકાર નક્કી કરતી હતી, પરંતુ 19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ પણ ઓઈલ કંપનીઓને સોંપી દીધું હતું. અત્યારે ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ-ડીઝલના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને અન્ય ઘણી વસ્તુઓને ધ્યાનમાં રાખી રોજ પેટ્રોલ-ડીઝલની કિંમત નક્કી કરે છે.