જીએસટીના દરોમાં ફેરફાર, જાણો શું સસ્તું થયું અને શું મોંઘુ

0
7
ઈલેક્ટ્રિક વાહનો પર 5 ટકા GST
રોપવે દ્વારા માલસામાન અને મુસાફરોના પરિવહન અને અવશેષ ખાલી કરાવવાની સર્જરી સાથે જોડાયેલા સાધનો પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી : આજે એટલે કે 18 જુલાઈથી GST કાઉન્સિલના નિર્ણયના અમલ બાદ ઘણી ખાદ્ય ચીજો મોંઘી થઈ જશે. જેમાં લોટ, પનીર અને દહીં જેવી પ્રી-પેકેજ્ડ અને લેબલવાળી ખાદ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે, જેના પર 5 ટકા GST લાગશે. તેમજ હવે 5,000 રૂપિયાથી વધુ ભાડાવાળા હોસ્પિટલના રૂમ પર પણ GST ચૂકવવો પડશે. આ ઉપરાંત 1,000 રૂપિયા પ્રતિ દિવસથી ઓછા ભાડા પર હોટલના રૂમ પર 12 ટકાના દરે ટેક્સ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધી તેના પર કોઈ ટેક્સ લાગતો નહોતો.કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જૂનના છેલ્લા સપ્તાહમાં મળેલી મળેલી GST કાઉન્સિલની બેઠકમાં પેકેજ્ડ અને લેબલવાળી (ફ્રોઝન સિવાય) માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, સૂકા મખાના, સૂકા સોયાબીન, વટાણા, ઘઉં અને અન્ય અનાજ અને ચોખા જેવા ઉત્પાદનો પર પર પાંચ ટકા GST વસૂલવાનો નિર્ણય લેવાયો હતો. આ ફેરફાર આજથી અમલી બન્યો છે.બાગડોગરાથી ઉત્તર-પૂર્વીય રાજ્યોની હવાઈ મુસાફરી પર GST મુક્તિ હવે ‘ઈકોનોમી’ કલાસ સુધી જ મર્યાદિત રહેશે. RBI, ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા જેવા રેગ્યુલેટરની સેવાઓ સાથે રેસિડેન્શિયલ મકાનને બિઝનેસ યુનિટને ભાડે આપવા પર ટેક્સ લાગશે. બેટરીવાળા અથવા બેટરી વગરના ઇલેક્ટ્રિક વાહનો પર 5% GST યથાવત રહેશે. પેક્ડ માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, સૂકા મખાના, સૂકા સોયાબીન અને વટાણા વગેરે જેવા ઉત્પાદનો પર હવે 5 ટકા GST લાગશે. ચેક જારી કરવા માટે બેંકો દ્વારા લેવામાં આવતી ફી પર 18% GST વસૂલવામાં આવશે. એટલાસ સહિતના નકશા અને ચાર્ટ પર 12 ટકા જીએસટી લાગશે. 1,000 રૂપિયા પ્રતિ દિવસથી ઓછા ભાડાની હોટેલ રૂમ પર 12 ટકા GST લાગશે. હોસ્પિટલમાં 5,000 રૂપિયાથી વધુના ભાડાની રૂમ પર 5 ટકા GST વસૂલવામાં આવશે. પ્રિન્ટિંગ/ડ્રોઈંગ ઈંક, ધારદાર છરી, પેપર કટીંગ નાઈફ અને પેન્સિલ શાર્પનર, એલઈડી લેમ્પ, ડ્રોઈંગ અને માર્કિંગ પ્રોડક્ટ્સ પર જીએસટી વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. સોલર વોટર હીટર પર હવે 12 ટકા જીએસટી લાગશે, અગાઉ તેના પર 5 ટકા હતો. રોડ, બ્રિજ, રેલ્વે, મેટ્રો, વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્મશાનગૃહ માટે જારી કરાયેલા કોન્ટ્રાક્ટ પર હવે 18 ટકા GST લાગશે. જે અત્યાર સુધી 12 ટકા હતો રોપવે દ્વારા માલસામાન અને મુસાફરોના પરિવહન અને અવશેષ ખાલી કરાવવાની સર્જરી સાથે જોડાયેલા સાધનો પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે વસ્તુઓના પરિવહન માટે ઇંધણ ખર્ચ સહિત ટ્રક જેવા વાહનો પર હવે 18 ટકાના બદલે 12 ટકા જીએસટી લાગશે. કેટલાક ઓર્થોપેડિક લાઇન અપમાં GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.