માતાને લાગ્યું જન્મતા જ થઈ ગયું હતું બાળકનું મોત, 30 વર્ષ બાદ હકીકત આવી સામે…

0
47

બાળકને ગુમાવવું દુનિયાનું સૌથી મોટું દર્દ હોય છે. માત્ર એક મા જ જાણી શકે છે કે આ કેટલું મોટું હોય છે કારણ કે તે 9 મહિના સુધી બાળકને પોતાના પેટમાં રાખે છે. આવી જ એક માતાની કહાની સામે આવી છે. જે બાળકને તેણે મૃત સમજ્યું હતું, તે લગભગ 30 વર્ષ બાદ તેને જીવતું મળી આવ્યું.



ઘટના કેલિફોર્નિયાની ટીના બેજાર્નો સાથે બની. જેણે 17 વર્ષની ઉંમરમાં એક બાળકી ક્રિસ્ટિનને જન્મ આપ્યો હતો. પરંતુ બીજા જ દિવસે ટીનાને જણાવવામાં આવ્યું કે તેના બાળકનું જન્મના કેટલાક સમયમાં જ મોત થઈ ગયું છે. તો પણ દુઃખી મા પોતાની મૃત બાળકીના યાદમાં દર વર્ષે તેમનો જન્મદિવસ મનાવતી રહી. બાદમાં ટીના ઈરિક ગાર્ડેરે નામના શખ્સને ડેટ કરવા લાગી. 30 વર્ષ બાદ ટીનાને એક પત્ર મળ્યો. આ મેઈલ ન્યૂજર્સીના એક શખ્સે તેને મોકલ્યો. આ શખ્સે દાવો કર્યો કે ટીના તેની માતા છે.


મેલ ઑનલાઈનના પ્રમાણે ટીના અને ક્રિસ્ટિને પોતાનો ડીએનએ ચેક કરાવ્યો અને તે મેચ થયો. જે બાદ ક્રિસ્ટિને બેજાર્નોને ઈમેઈલ કર્યો અને લખ્યું કે મને લાગે છે કે આપણે વાત કરવી જોઈએ. આના પરથી સાબિત થાય છે કે તમે મારા માતા છો.


ડીએનએ ટેસ્ટથી એ સાબિત થયું કે બાળપણમાં ટીનાના બાળકનું મોત નહોતું થયું પરંતુ તે બાળક હવે ટ્રાન્સજેન્ડર વ્યક્તિના રૂપમાં રહેતું હતું. વાત એવી હતી કે ટીનાની માતા તેની પ્રેગનેન્સી સમયે સપોર્ટિવ નહોતી અને તેની સાથે સારો વ્યવહાર નહોતી કરતી. ક્રિસ્ટિનને દતક લઈ લેવામાં આવી હતી અને તેનું લાસ વેગાસમાં ભરણપોષણ કર્યું.

પરંતુ જલ્દી જ તે એક પુરૂષમાં બદલાઈ ગઈ અને હાલ તે 29 વર્ષની છે. તેની સાથે તેની પત્ની અને બાળકો પણ છે. હવે ટીનાનું કહેવું છે કે તેને ફેર નથી પડતો કે તેમનું બાળક પુરૂષ છે કે મહિલા, તે બસ એટલું જાણે છે કે તેમનું બાળક જીવતું છે.