મિશન ગગનયાનને મળી મોટી સફળતા, ISRO દ્વારા L-110 એન્જિનનું સફળ પરીક્ષણ

0
7

L-110G એન્જિનનું લોંગ રેન્જ ટેસ્ટ તામિલનાડુના મહેન્દ્રગિરીમાં કરવામાં આવ્યું

આ પરીક્ષણ સાથે તમામ એન્જિન પરીક્ષણો પૂર્ણ

ISROએ ગઈકાલે જણાવ્યું હતું કે, ગગનયાન માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ હેઠળ L-110G એન્જિનનું લોંગ રેન્જ ટેસ્ટ તામિલનાડુના મહેન્દ્રગિરીમાં ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં 240 સેકન્ડમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ પરીક્ષણ સાથે તમામ એન્જિન પરીક્ષણો પૂર્ણ થાય છે.

એસેમ્બલી અને પરીક્ષણ IPRC ખાતે 

વાહન માટે L-110 સ્ટેજ લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર ખાતે ડિઝાઇન અને તેનું પ્રોડક્શન કરવામાં આવ્યું હતું. તેની એસેમ્બલી અને પરીક્ષણ IPRC ખાતે કરવામાં આવ્યું હતું. એન્જિનનું નિર્માણ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. 

“LVM3 ગગનયાન મિશન માટે યોગ્ય છે”

અગાઉ એસ. સોમનાથે અહેવાલ આપ્યો હતો કે, LVM3 રોકેટ ગગનયાન મિશન માટે જરૂરી પ્રક્ષેપણની જેમ S-200 મોટર દ્વારા સંચાલિત છે. મોટરને ખાસ કરીને ગગનયાન કન્ફિગરેશનને અનુરૂપ બનાવવામાં આવી છે.

ગગનયાનનું પ્રથમ અબોર્ટ માનવ મિશન મે 2023માં થશે શરૂ 

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં આ જાણકારી આપી હતી કે, મિશન ગગનયાનનું લોન્ચિંગ આ વર્ષે મે મહિનામાં કરવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે પ્રથમ પરીક્ષણ રોકેટ મિશન, TV-D1 મે 2023 માં સુનિશ્ચિત થયેલ છે, ત્યારબાદ 2024 ના પ્રથમ ક્વાર્ટરમાં બીજું પરીક્ષણ રોકેટ TV-D2 મિશન અને ગગનયાનનું પ્રથમ અનક્રુડ મિશન છે.