સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ‘ધંધો’ બનાવતી ટેન્ટ સિટી, 5 સ્ટાર હોટલ કરતા પણ ટેન્ટ મોંઘો

0
36
news/MGUJ-AHM-HMU-LCL-tent-city-is-expensive-more-then-five-star-hotels-luxurious-room-gujarati-news-5977367-PHO.html?ref=ht
news/MGUJ-AHM-HMU-LCL-tent-city-is-expensive-more-then-five-star-hotels-luxurious-room-gujarati-news-5977367-PHO.html?ref=ht

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવાનો ખર્ચ કરતા ટેન્ટ સિટીમાં રહેવાનો ખર્ચ 10 ગણો છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ટેન્ટ સિટીને ધંધો બનાવી દીધો હોય તેમ લાગી રહ્યું છે. 250 ટેન્ટ ધરાવતી આ ટેન્ટ સિટીનો કોન્ટ્રાક્ટ ભાજપના નજીકના મનાતા લોકોને આપવામાં આવ્યો છે. પરિણામે ટેન્ટ સિટીનું ભાડૂં ફાઈવ સ્ટાર હોટલ કરતા પણ વધુ નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આપવામાં આવેલા આ ખાનગી કોન્ટ્રાક્ટને જોતા એવું લાગે છે કે પ્રવાસન નિગમે પણ પોતાના મળતીયાઓને પ્રવાસીઓને લૂંટવા માટેનો પરવાનો આપી દીધો હશે.

125 ગ્રામ ખમણના રૂ.50- GST સાથે

ટેન્ટ સિટીમાં ભાડાનો દર રૂ.4500થી 24000 હજાર સુધીનો રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આવેલા ટેન્ટ સિટીમાં કાફેટેરિયાનો નાસ્તાના દર પણ ખુબ જ વધુ રાખવામાં આવ્યા છે. જેમાં એક ચાના 20 રૂપિયા તેમજ 125 ગ્રામ ખમણના 50 રૂપિયા રાખવામાં આવ્યા છે. આ સાથે MRP ઉપર જીએસટી લાગુ થશે. ગઈકાલથી પ્રવાસીઓ માટે શરૂ થયેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ટેન્ટ સિટી અને કેફેટેરિયાના ભાવ સામે વિરોધનું વાતાવરણ ઉભુ થયુ છે.

ચા-નાસ્તાનો ભાવ પડે વધારે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી 31મી ઓક્ટોબરના રોજ અનાવરણ કરી દેવામાં આવ્યું હતું. તે પછી ગઈકાલથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, જેમાં પ્રવાસીઓના રહેવા માટે બનાવામાં આવેલા ટેન્ટનું ભાડું ખુબ જ ઊંચુ રાખવામાં આવ્યું છે. તો ચા- નાસ્તાનો ભાવ પણ ખુબ વધુ રાખવામાં આવ્યું છે.

4500થી 24000 સુધી ટેન્ટ સિટીનું ભાડુ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તળાવ કિનારે ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. VIP અને જનરલ બે પ્રકારના ટેન્ટ બનાવવામાં આવ્યા છે. VIP ટેન્ટ જેમાં AC અને ડીલક્ષ AC ટેન્ટ છે. જ્યારે જનરલ ટેન્ટ AC વગરનો છે.એક નાઈટ અને બે દિવસનું પેકેજ છે તેમાં નોન સ્ટાન્ડર્ડ નોન એસી ટેન્ટમાં એક વ્યક્તિનું રહેવાનું ભાડૂં 4500 છે જેમાં 18 ટકા જીએસટી લાગુ થશે.જ્યારે બે વ્યક્તિઓને રહેવા માટે રૂ.6000 ચૂકવવા પડશે તેમજ 18 ટકા જીએસટી અલગથી ચૂકવવો પડશે. ડીલક્ષ એસીમાં એક વ્યક્તિનું ભાડુ 6750 રૂપિયા છે, તેમજ કપલ માટે રૂ.9000 છે. જ્યારે પ્રિમીયમ AC ટેન્ટમાં એક વ્યક્તિ માટે 9000 અને બે માટે 12000નું ભાડૂં નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે જીએસટી પણ ચુકવવો પડશે. બે દિવસ અને 3 રાત માટે પ્રિમીયમ AC ટેન્ટનું ભાડુ એક વ્યક્તિ માટે 18000 પ્લસ જીએસટી છે. જ્યારે કપલ માટે 24000 હજાર ભાડુ પ્લસ 18 ટકા જીએસટી ચૂકવવો પડશે.