ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન આવતા ડિસેમ્બર મહિનાની 12 મી તારીખે મુંબઈ ખાતે યોજાશે. આજે નીતા અને મુકેશ અંબાણી લગ્નની પ્રથમ કંકોત્રી સિદ્ધિવિનાયક ગણેશને આપવા પહોંચ્યા હતા. મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાને 12 ડિસેમ્બરના રોજ અંગત મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન સમારોહનું આયોજન થશે.
ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિ મુજબ ઈશા અને આનંદના લગ્ન યોજાશે. જોકે ઈશા અને આનંદના લગ્ન ઈટલીમાં યોજાવાના હતા એ વાત પર હવે પૂર્ણ વિરામ આવી ગયું છે. આ વિશે વાત કરતા અંબાણી અને પિરામલ પરિવારોએ જણાવ્યું હતું કે મુકેશ અને નીતા અંબાણીના નિવાસસ્થાને જ પરિવારના સભ્યો અને અંગત મિત્રોની હાજરીમાં ભવ્ય લગ્ન સમારોહ યોજાશે. લગ્ન પહેલાનાં અઠવાડિયે અંબાણી અને પિરામલ પરિવારના સભ્યો અને મિત્રો રાજસ્થાનના ઉદેપુરમાં કલાકારો અને હસ્તકાલાકારોની હાજરીમાં સંગીત સંધ્યાનું આયોજન થશે