UPAના શાસનમાં બેંકોએ મનફાવે તેમ લોન આપી હતી, RBIએ ધ્યાન આપ્યું ન હતું- જેટલી

0
18
news/BUS-LNEWS-HDLN-banks-give-loans-in-bulk-during-upa-tenure-says-arun-jaitely-gujarati-news-5976274-NOR.html?ref=ht
news/BUS-LNEWS-HDLN-banks-give-loans-in-bulk-during-upa-tenure-says-arun-jaitely-gujarati-news-5976274-NOR.html?ref=ht

સરકાર અને આરબીઆઈ વચ્ચેના વિવાદે મંગળવારે વધુ ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું છે. આરબીઆઈએ સરકાર પર ટૂંકા ગાળાનો ફાયદો જોઈને ટી-20 સ્ટાઈલમાં નિર્ણય લેવાનો આરોપ લગાવ્યો હતો. હવે નાણાં મંત્રી અરૂણ જેટલીએ આરબીઆઈની કામ કરવાની રીતો પર સવાલ કર્યા છે. જેટલીએ યુપીએ સરકારના સમયની વાત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2008થી 2014ની વચ્ચે બેન્કો મનફાવે તે રીતે લોન આપતી હતી. રિઝર્વ બેન્કે તે બાબત પર ધ્યાન આપ્યું ન હતું. આ કારણે જ બેન્કીંગ ઈન્ડસ્ટ્રીમાં એનપીએ વધી છે.

જેટલીએ કહ્યું હતું કે વર્ષ 2008માં ગ્લોબલ મંદી બાદ તત્કાલીન સરકારે બેન્કોને લોન આપવાની ખુલ્લી છુટ આપી હતી. આ કારણે તે સમયે એક વર્ષમાં ક્રેડિટ ગ્રોથ 14 ટકાના સામાન્ય દરથી વધીને 31 ટકા થઈ ગયો હતો. નાણાં મંત્રીએ આ વાત એવા સમયે કરી છે જયારે આરબીઆઈ અને મંત્રાલયની વચ્ચે ખેચતાણભરી સ્થિતિનું નિર્માણ થયું છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ શુક્રવારે કહ્યું હતું કે રિઝર્વ બેન્કને વધુ સ્વતંત્રતા આપવાની જરૂરીયાત છે. જે સરકાર કેન્દ્રીય બેન્કની સ્વયત્તતાનું સન્માન કરતી નથી, તેને નુકશાન ઉઠાવવું પડે છે.

ડેપ્યુટી ગવર્નરે કહ્યું હતું કે- સરકાર ટી-20 રમે છે, અમે ટેસ્ટ મેચ રમીએ છીએ

આચાર્યએ કહ્યું હતું કે સરકારના નિર્ણય ઘણીવાર ટવેન્ટી-20 જેવા હોય છે. રાષ્ટ્રીય, રાજય કે મીડ ટર્મ ઈલેકશન હમેશા થતા રહે છે. ચૂંટણી નજીક આવતાની સાથે જ કરવામાં આવેલા વાદા પુરા કરવાની કોશિશ કરવામાં આવે છે. જયારે તે શકય બનતું નથી ત્યારે બીજા લોકપ્રિય વિકલ્પો શોધવામાં આવે છે. જોકે આરબીઆઈને ટેસ્ટ મેચમાં ભરોસો છે. રિઝર્વ બેન્ક ટૂંકા ગાળાના ફાયદાને અવગણીને યોગ્ય નિર્ણય લે છે. જેથી લાંબા ગાળે સારા પરિણામો મળી શકે. સેન્ટ્રલ બેન્ક ટેસ્ટ મેચ રમે છે. તે દરેક સત્ર જીતવાની કોશિશ કરે છે.

ડેપ્યુટી ગવર્નરના સમર્થનમાં આવ્યા આરબીઆઈના કર્મચારી

રિઝર્વ બેન્કના કર્મચારી સરકારની વિરુદ્ધ પોતાના મેનેજમેન્ટના સમર્થનમાં આવ્યા છે. કર્મચારી એસોસિએશને સોમવારે કહ્યું હતું કે સરકારે રિઝર્વ બેન્કની સ્વાયત્તા ઓછી કરવાની કોશિશ બંધ કરવી જોઈએ. ઓલ ઈન્ડિયા રિઝર્વ બેન્ક એસોસિએશને એક નિવેદનમાં કહ્યું હતું કે અમારું માનવું છે કે રિઝર્વ બેન્કની સ્વતંત્રતા નાશને નોતરવા જોવું છે. સરકારે તેનાથી બચવું જોઈએ.

આરબીઆઈ-સરકારની વચ્ચેના વિવાદ સાથે જોડાયેલો છે પેમેન્ટ રેગ્યુલેટર

રિઝર્વ બેન્ક અને સરકારની વચ્ચે આમ તો ટકરાવ છેલ્લા ઘણા મહિનાથી ચાલી જ રહ્યો છે. જોકે તાજેતરનો મામલો પેમેન્ટ રેગ્યુલેટરનો છે. સરકાર નવો રેગ્યુલેટર બનાવવા માંગે છે. જોકે આરબીઆઈ તેની વિરુદ્ધ છે. તેણે પ્રથમ વખત પોતાનો અસંતોષ વેબસાઈટ પર જાહેર કર્યો છે. અગાઉ વ્યાજ દર, એનપીએ અને આઈએ એન્ડ એફએસ સંકટ પર પણ બંનેની વચ્ચેનો મતભેદ પ્રકાશમાં આવી ચૂકયો છે.