મેલબર્ન T20 મેચમાં વરસાદનું વિઘ્ન, ભારત સીરિઝ જીતી નહી શકે

0
46
cricket match problem
cricket match problem

ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચેની મેલબર્નમાં બીજી T20 વરસાદના કારણે પરીણામ સુધી પહોંચી શકી નથી. આ સાથે જ ભારતનો સતત 7 T20 સિરીઝ જીતવાનો સીલસિલો થંભી ગયો છે. કારણ કે, ત્રણ મેચોની સિરીઝમાં ભારત હવે માત્ર બરાબરી કરી શકશે. જીતી નહી શકે. આ સિરીઝની અંતિમ મંચ 25 નવેમ્બરે સિડનીમાં રમાશે.

સૌપ્રથમ બેટિંગમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 19 ઓવરમાં 7 વિકેટ પર 132 રન બનાવ્યા અને વરસાદને કારણે છેલ્લી ઓવર રમી શકી નહી. જે બાદ ઓસ્ટ્રેલિયનાની ઇનિંગ શરૂ થઇ શકી નહી અને ડકવર્થ લુઇસ નિયમના આધારે ભારતને 19 ઓવરમાં 137 રનનો લક્ષ્ય મળ્યો. ફરીથી મેચ શરૂ થવાની હતી પરંતુ તે પહેલા જ વરસાદના કારણે મેચ શરૂ થઇ શકી નહી.

ફરી ડકવર્થ લૂઇસ નિયમ પ્રમાણે ભારતને 11 ઓવરમાં 90 રનનો લક્ષ્ય મળ્યો પરંતુ વારંવાર થતા વરસાદને કારણે ભારતને સિરીઝ 1-1થી બરાબર કરવાની તક મળી નહી અને છેલ્લે મેચ રદ્દ થઇ. સિરીઝમાં રહેવા માટે ભારતે કોઇ પણ સ્થિતીમાં આ મેચ જીતવાની હતી પરંતુ ફરી મેચ શરૂ થઇ શકી નહી. હવે સિરીઝમાં 0-1થી પાછળ ચાલી રહેલી ભારતીય ટીમે સિરીઝમાં બરોબરી કરવા કોઇ પણ સ્થિતીમા સિડનીમાં રવિવારની મેચ જીતવી પડશે.