કેજરીવાલે વિધાનસભામાં કૃષિ કાયદા ફાડ્યા

0
22
નવા કાનૂન ભાજપને રાજકીય ભંડોળ મેળવવા માટે બનાવવામાં આવ્યા છે, એમાં કિસાનોનું કશું ભલું થવાનું નથી
નવા કાનૂન ભાજપને રાજકીય ભંડોળ મેળવવા માટે બનાવવામાં આવ્યા છે, એમાં કિસાનોનું કશું ભલું થવાનું નથી

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં નવા ત્રણે કૃષિ કાયદાની નકલ ફાડી હતી અને ખેડૂતો દ્વારા હાલમાં ચાલી રહેલા દેખાવ દરમિયાન ૨૦ કિસાનના મૃત્યુ થયા હોવાનો આક્ષેપ કર્યો હતો.દિલ્હી વિધાનસભાને સંબોધન કરતા કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે આ નવા કાનૂન ભાજપને રાજકીય ભંડોળ મેળવવા માટે બનાવવામાં આવ્યા છે, એમાં કિસાનોનું કશું ભલું થવાનું નથી.ભાજપશાસિત નગર નિગમોમાં ૨,૪૦૦ કરોડ રૂપિયાની કથિત અનિયમિતતાઓ પર ચર્ચા કરવા માટે દિલ્હીની કેજરીવાલ સરકારે વિધાનસભાનું એક દિવસીય સત્ર બોલાવ્યું હતું, જે દરમિયાન તેમણે કૃષિ કાયદાની નકલ ફાડી હતી.