મોદીએ નાના ઉદ્યોગોને 59 મિનિટમાં 1 કરોડની લોન ઓફર કરી છતાં રાજકોટની વીડિયો કોન્ફરન્સમાં હોલ ખાલીખમ

0
44
news/SAU-RJK-HMU-NL-video-conference-of-pm-with-business-man-gujarati-news-5977449-NOR.html?ref=ht&seq=3
news/SAU-RJK-HMU-NL-video-conference-of-pm-with-business-man-gujarati-news-5977449-NOR.html?ref=ht&seq=3

PM મોદીની રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં વીડિયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં મોદીએ નાના અને લઘુ ઉદ્યોગોને માત્ર 59 મિનિટમાંજ 1 કરોડની લોન મળશે એવી જાહેરાત કરી હતી. આ જાહેરત કરી એ વખતે હેમુ ગઢવી હોલ ખાલી ખમ હતો. માત્ર આગળની ત્રણ લાઈનમાં લોકો બેઠા હતા ત્યારબાદ તમામ લાઈનો ખાલી હતી.

આ કોન્ફરન્સ દેશભરના ઉદ્યોગ સાહસિકો, નિકાસકારો, સ્ટાર્ટઅપ ધારકો, વેપારીઓ અને નોકરી વાંછુકો માટે કરાઈ હતી. PMએ આ તમામ લોકોને એમએસએમઈના લાભ અંગે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે ઉર્જામંત્રી સૌરભ પટેલ અને સાસંદ મોહન કુંડારિયા હાજર રહ્યા હતા. પરંતુ એવું લાગતું હતું કે આ બંને જ કાર્યક્રમમાં આવ્યા હોય સાથે થોડાક લોકોને લાવ્યા હોય. દેશમાં 100 જિલ્લામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ગીરસોમનાથ જિલ્લામાં વીડિયો કોન્ફરન્સ યોજાઇ કરાઈ હતી.
ઉદ્યોગ સાહસિકોને મોદીને સાંભળવામાં રસ જ નથી
મોદીએ જ્યારે ઉદબોધન કર્યું ત્યારે એવી જાહેરાત કરી કે MSME દ્વારા નાના અને લઘુ ઉદ્યોગોને માત્ર 59 મિનિટમાં જ 1 કરોડની લોન મળશે. પરંતુ આ જાહેરાત વેળાએ ગણ્યા ગાંઠ્યા લોકોની હાજરી દેખાઈ હતી.હેમુ ગઢવી હોલની આગળની ત્રણ લાઈન શિવાય લાઇનો ખાલી રહી હતી. જો કે હોલમાં 60 ટકાથી વધારે સીટો ખાલી હતી તેવા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં એવું લાગી રહ્યું છે કે ઉદ્યોગ સાહસિકોને મોદીને સાંભળવમાં રસ જ નથી.