મોદી સાથે ઓમર અને ફારુક અબ્દુલ્લાની વિસ્તારપૂર્વક ચર્ચા

0
23

શ્રીનગર, તા. ૧
જમ્મુ કાશ્મીરની સ્થતિના સંદર્ભમાં વાકેફ કરવાના ઇરાદા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા અને ફારુક અબ્દુલ્લાએ વાતચીત કરી હતી. તેમની સાથે મુલાકાત કરીને જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોદીને એવી અપીલ કરવામાં આવી હતી કે, હાલમાં જમ્મુ કાશ્મીર માટે એવું કોઇ પણ પગલું લેવું જાઇએ નહીં જેના કારણે તંગદિલી ફેલાઈ શકે. ઓમર અબ્દુલ્લાએ મુલાકાત કર્યા બાદ કહ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે વર્ષની પૂર્ણાહૂતિ થતાં પહેલા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજી દેવામાં આવે. ઓમર અબ્દુલ્લાએ એમ પણ કહ્યું હતું કે, અમે વડાપ્રધાને મળ્યા છે. જમ્મુ કાશ્મીરની સ્થતિ અંગે વાકેફ કરાવવા માટે સમયની માંગ કરી છે. છેલ્લા થોડાક દિવસથી ખીણમાં તંગદિલી વધી ગઈ છે. આ સંદર્ભમાં તેમને વાત કરવા માંગતા હતા. તેમને અપીલ કરવામાં આવી છે કે, સ્થતિને હળવી કરવાના પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. ઓમર અબ્દુલ્લાના કહેવા મુજબ જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન આશરે દોઢ વર્ષથી ચાલે છે. વર્ષ પૂર્ણ થાય તે પહેલા વિધાનસભાની ચૂંટણી યોજી દેવાની જરૂર છે. લોકોને નિર્ણય લેવાની વધુ એક તક આપવી જાઇએ. જનાધાર અમને સ્વીકાર રહેશે. કોઇને પણ જનાધાર મળશે તે અમને માન્ય રહેશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજ્યના ટોપના અધિકારી આ પ્રક્રિયાની સમીક્ષા માટે જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા છે. નામ જાહેર નહીં કરવાની શરતે અધિકારીઓએ કહ્યું છે કે, મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમાર આવતીકાલે બીજી ઓગસ્ટના દિવસે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરશે. મતદાર યાદી, ઓળખપત્ર, મતદાન વિતરણમાં ફેરફાર સહિતના મુદ્દા ઉપર ચર્ચા થઇ રહી છે. ૧૫મી ઓગસ્ટના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થયા બાદ ચૂંટણી તારીખ જાહેર કરાશે.