રાઈસ કટલેટ

0
90

વરસાદની ઋતુમાં કંઈક ચટપટુ ખાવાનુ દરેકને મન થાય છે. તમે ચાહો તો રાઈસ કટલેટ પણ ટ્રાય કરી શકો છો. આજે અમે તમને રાઈસ કટલેટ બનાવવાની રેસીપી બતાવીશુ. સામગ્રી – 250 ગ્રામ બટાકા (બાફેલા) -250 ગ્રામ ચોખા (બાફેલા/ભાત) – 1 ટી સ્પૂન જીરા પાવડર – 1 ટી સ્પૂન લાલ મરચુ – 1 ટી સ્પૂન ધાણા પાવડર – 1/4 ટી સ્પૂન હળદર – 1/2 ટી સ્પૂન ગરમ મસાલો – 1 ટી સ્પૂન ચાટ મસાલો – 1 ટી સ્પૂન મીઠુ – 10 ગ્રામ ધાણા – 2 ટેબલસ્પૂન કોર્ન સ્ટાર્ચ – બ્રેડક્રમ્બ્સ  બનાવવાની રીત –  એક બાઉલમાં બટાકા, ભાત, જીરા પાવડર, ધાણા જીરુ લાલ મરચુ હળદર ગરમ મસાલો ચાટ મસાલો મીઠુ અને ધાણા નાખીને મિક્સ કરો. – હવે તેમા કોર્ન સ્ટાર્ચ નાખીને બીજીવાર મિક્સ કરો. પછી થોડુ મિક્સર લો અને નાના બોલ્સ બનાવો – આ બોલ્સને બ્રેડક્રમ્બ્સમાં રોલ કરો – એક પેનમાં તેલ ગરમ કરો અને આ બૉલ્સને હળવુ બ્રાઉન થતા સુધી ફ્રાઈ કરો. – રાઈસ કટલેટ તૈયાર છે. તેને કેચઅપ સાથે સર્વ કરો.