રાજ્યની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, 10 દિવસમાં સીંગતેલના ડબ્બે રુપિયા 60નો વધારો ઝીંકાયો

0
12

કપાસિયા,પામોલીન તેલના ભાવ યથાવત રહ્યા

સીંગતેલના ભાવ લોકોને દઝાડી રહ્યા છે

રાજ્યની પ્રજા પર એક પછી એક મોંઘવારીના માર લાગી રહ્યા છે. સીંગતેલના ભાવ લોકને દઝાડી રહ્યા છે. સતત વધી રહેલા ભાવ અકુંશમાં નથી આવી રહ્યા. સીંગતેલના ભાવમાં ભડકો થતા ગૃહીણીમાં નારાજગી જોવા મળી રહી છે અને તેમના બજેટ પર પણ અસર પડી છે. સીંગતેલના ભાવમાં વધારો થતા ડબ્બો ફરી 3 હજારથી નજીક પહોંચ્યો છે.

રાજ્યના લોકો મોંઘવારીનો માર પહેલેથી જ સહન કરી રહ્યા છે તેવામાં આજે ફરી એકવાર સીંગતેલના ભાવમાં ભડકો થયો છે. દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય લોકોને ઘર ચલાવવું મુશકેલ બની રહ્યુ છે ત્યારે સીંગતેલમાં 10 જ દિવસમાં ડબ્બે 60 રુપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં તેલીયા રાજા બેફામ બન્યા છે અને સીંગતેલના ભાવો સતત સળગી રહ્યા છે. 

ગૃહીણીઓનું બજેટ ખોરવાયું

રાજ્યમાં સીંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો થતા ગૃહીણીઓના બજેટ પર અસર પડી છે. છેલ્લા 10 દિવસમાં જ સીંગતેલમાં ડબ્બે 60 રુપિયા વધારી દેવામાં આવ્યા છે. સીંગતેલમાં ભાવ વધતા નવો ભાવ 2950 થયો છે. જો કે કપાસિયા, પામોલીન તેલના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. કપાસિયાનો ડબ્બો 1810 રુપિયા તો પામોલિનનો ડબ્બો 1545 રૂપિયા છે. સતત વધી રહેલા ભાવનું કારણ સંગ્રહખોરી અને સટ્ટા બજાર પણ જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજ્યમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયા હોવા છતાં સિંગતેલના ભવમાં સતત વધારો થઈ રહ્યો છે.