Sunday, October 18, 2026
HomeGujaratAhmedabadવર્લ્ડ ફોર્મ્યૂલા રેન્કીંગમાં જીટીયુની ટીમે સમગ્ર વિશ્વમાં 45મું સ્થાન પ્રાપ્ત કર્યું

વર્લ્ડ ફોર્મ્યૂલા રેન્કીંગમાં જીટીયુની ટીમે સમગ્ર વિશ્વમાં 45મું સ્થાન પ્રાપ્ત કર્યું

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

વિદ્યાર્થીઓ ટેક્નિકલ ક્ષેત્રે તમામ પ્રકારના ઉચ્ચત્તમ ધોરણો પ્રાપ્ત કરે તે માટે જીટીયુ હંમેશા કાર્યરત રહે છે. ફોર્મ્યુલા રેન્કીંગમાં સમગ્ર વિશ્વમાં  ટોપ-50માં સ્થાન પ્રાપ્ત કરીને જીટીયુની ટીમે રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું  છે : કુલપતિ , જીટીયુ :,

– વિશ્વની 622 ટીમમાંથી ટોપ-50માં સ્થાન પ્રાપ્ત કરનાર દેશની એકમાત્ર ટીમ

અમદાવાદ, તા.૫  

તાજેતરમાં જ  વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસીયેશને વિશ્વના જુદાં-જુદાં દેશોના ટેક્નિકલ વિદ્યાર્થીઓની 622 ફોર્મ્યુલા ટીમનું તમામ પ્રકારે મૂલ્યાંકન કરીને રેન્કીંગ જાહેર કર્યું છે. જેમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ની સ્ટુડન્ટ ફોર્મ્યૂલા ટીમે સમગ્ર વિશ્વમાં 45મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે જ ટોપ-50માં પસંદગી પામનાર દેશની એકમાત્ર ટીમ છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ટેક્નિકલ ક્ષેત્રે તમામ પ્રકારના ઉચ્ચત્તમ ધોરણો પ્રાપ્ત કરે, તે માટે જીટીયુ હંમેશા કાર્યરત રહે છે. ફોર્મ્યુલા રેન્કીંગમાં સમગ્ર વિશ્વમાં  ટોપ-50માં સ્થાન પ્રાપ્ત કરીને જીટીયુની ટીમે  રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ જીટીયુની સ્ટુડન્ટ ફોર્મ્યૂલા ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.  

જર્મની ખાતેથી કાર્યરત  વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસીયેશન દ્વારા જાહેર કરાયેલ ફોર્મ્યૂલા રેન્કીંગ માટે વિવિધ પ્રકારના ધરાધોરણો નક્કી કરવામાં આવ્યા હતાં. જેમાં ફોર્મ્યૂલા કારના નિર્માણમાં મિકેનિકલ અને ઓટોમોબાઇલ્સ ક્ષેત્રની કેવા પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ થયેલ છે તથા તેની ડિઝાઈનમાં જોવા મળતાં સેફ્ટી ફિચર્સ અને પર્યાવરણ સંબધીત બાબતો , આ ઉપરાંત છેલ્લા 1 વર્ષમાં યોજાયેલ વિવિધ સ્પર્ધામાં મેળવેલ ક્રમાંક વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસીયેશને  જીટીયુની ફોર્મ્યૂલા ટીમને 1000માંથી 745 પોઈન્ટનો સ્કોર આપ્યો હતો.  ગતવર્ષે ફોર્મ્યૂલા ભારત સ્પર્ધામાં જીટીયુની ટીમે તૃતિય સ્થાન હાંસલ કર્યુ હતું.  આ ઉપરાંત બુદ્ધ સર્કિટ સૂપ્રાસઈ ઈન્ડિયા સ્પર્ધા માટે પણ પસંદગી પામ્યા હતાં.  સમગ્ર વિશ્વમાં ટોપ -50માં સ્થાન પ્રાપ્ત કરીને જીટીયુની ટીમે દેશનું ગૌરવ વધાર્યું છે.

ઉલ્લેખનીય છે કે, જીટીયુ દ્વારા એક પછી એક સફળતાના નવા શિખરો સર કરવામાં આવતાં શિક્ષણજગતમાં પણ તેની મહત્વપૂર્ણ નોંધ લેવાઇ રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અ્ને વિદ્યાર્થીઆલમમાં પણ તેનાથી પ્રોત્સાહનની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here