રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝનું માર્કેટ કેપ 12.51 લાખ કરોડ સુધી પહોંચી ચૂક્યું

0
57
BSE સેન્સેક્સના શેઅરની કિંમત 15 જુલાઈ, 2019ના રોજ 38,896 રુપિયા હતી, જે 15 જુલાઈ, 2020 સુધીમાં ઘટીને 36,718 રુ. સુધી આવી ગઈ છે. અર્થાત્, BSEના શેઅરમાં 5 ટકાનું નુકસાન થયું છે.
BSE સેન્સેક્સના શેઅરની કિંમત 15 જુલાઈ, 2019ના રોજ 38,896 રુપિયા હતી, જે 15 જુલાઈ, 2020 સુધીમાં ઘટીને 36,718 રુ. સુધી આવી ગઈ છે. અર્થાત્, BSEના શેઅરમાં 5 ટકાનું નુકસાન થયું છે.

1977માં BSEમાં લિસ્ટેડ થઈ હતી RIL, ત્યારે માર્કેટ કેપ 10 હજાર કરોડ હતું, 5 લાખ કરોડ સુધી પહોંચતા 40 વર્ષ લાગ્યા હતા
રિલાયન્સના શેરની કિંમત 1978.50 રુપિયા સુધી પહોંચી છે

મુંબઈ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડ (RIL)ની 43મી જનરલ મીટિંગ યોજાતાં પહેલાં કંપનીના શેઅરની કિંમત વધીને 1978.50 રૂપિયાના રેકોર્ડ સપાટીએ પહોંચી ગઈ છે. એ જ રીતે BSEમાં પણ 746 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડ BSEમાં 1977માં નોંધાઈ હતી. એ વખતે તેનું માર્કેટ કેપ 10 કરોડ રુપિયા હતું. એ વખતે જેમણે કંપનીમાં 1000 રુપિયાનું રોકાણ કર્યું હતું એ 1000 રુપિયાની કિંમત અત્યારે 21 લાખ રુપિયા થઈ ચૂકી છે. કંપનીને પ્રથમ વખત 5 લાખ રૂપિયાના માર્કેટ કેપ સુધી પહોંચતાં 40 વર્ષ લાગ્યા હતા. હવે કંપનીનું માર્કેટ કેપ 12.51 લાખ કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડના શેઅરની કિંમત 15 જુલાઈ, 2019ના રોજ 1264 રુપિયા હતી, જે 15 જુલાઈ, 2020ના રોજ વધીને 1951 રુપિયા થઈ ચૂકી છે. બીજા શબ્દોમાં કહીએ તો, રિલાયન્સના શેઅરમાં રોકાણકારોને 54 ટકા વળતર મળ્યું છે.