રોકાણકારોને એક દિવસમાં જ ૧.૬ લાખ કરોડનો ફટકો

0
52

મુંબઈ, તા. ૧
શેરબજારમાં આજે ભારે અફડાતફડી જાવા મળી હતી જેના પરિણમ સ્વરુપે કોહરામની સ્થતિ રહી હતી. તીવ્ર કડાકાના પરિણામ સ્વરુપે રોકાણકારોએ એક જ દિવસમાં૧.૬ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. આજે અભૂતપૂર્વ વેચવાલી વચ્ચે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડી ૧૪૧૪૭૧૨૪.૬૩ કરોડ બુધવારે નોંધાઈ હતી જે ઘટીને આજે ૧૩૯૮૭૪૦૦.૩૭ કરોડ થઇ ગઇ હતી. પાંચમી જુલાઈ ૨૦૧૯ બાદથી મૂડીરોકાણકારોએ હજુ સુધી ૧૩.૭૦ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. આજે ભારે અફડાતફડીના દોર વચ્ચે ૫૪૧ શેરમાં બાવન સપ્તાહની નીચી સપાટી જાવા મળી હતી જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, તાતા મોટર્સ, વેદાંતા, બેંક ઓફ ઇન્ડયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડયા અને એસ્કોર્ટનો સમાવેશ થાય છે. પાવર ગ્રીડ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ સહિત ૧૬ શેરમાં તેજી રહી હતી. આજે અફડાતફડી વચ્ચે ૨૬૫ શેરમાં લોઅર સર્કિટ વાગી હતી જેમાં કોફી ડે એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે. એરટેલના શેરમાં પરિણામ જાહેર કરવામાં આવેતે પહેલા જ ચાર ટકા સુધીનો ઉલ્લેખનીય ઘટાડો રહ્યો હતો.