લક્ષ્ય સેને કેનેડા ઓપન બેડમિન્ટનનો ખિતાબ જીત્યો, ફાઈનલમાં ચીનના ખેલાડીને હરાવ્યો

0
16

લક્ષ્ય સેને જાન્યુઆરી 2022માં ઈન્ડિયા ઓપન જીતીને ખિતાબ પોતાના નામે કર્યો હતો

કેનેડા ઓપન 2023ની સેમિફાઇનલ મેચમાં લક્ષ્ય સેને જાપાનના કેન્ટો નિશિમોટોને હરાવ્યો હતો

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને વર્તમાન ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન ચાઈનીઝ ખેલાડી લી શી ફેંગને સીધા સેટમાં 21-18, 22-20થી હરાવીને કેનેડા ઓપન 2023માં પુરૂષ સિંગલ્સનો ટાઈટલ જીત્યું છે. લક્ષ્ય સેને આ પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. લક્ષ્ય સેને તેના કરિયરમાં બીજી વખત BWF વર્લ્ડ ટૂર સુપર 500 ટાઈટલ જીત્યું છે.

ચીનના ખેલાડી સામે છઠ્ઠી વખત થઇ ટક્કર

લક્ષ્ય સેને આ પહેલા જાન્યુઆરી 2022માં ઈન્ડિયા ઓપન જીતીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. ફાઈનલ મેચ લગભગ 50 મિનિટ સુધી ચાલ્યા બાદ લક્ષ્ય સેને મેચ જીતી લીધી હતી. લક્ષ્યની તેના કરિયરમાં ચીનના ખેલાડી સાથે આ છઠ્ઠી ટક્કર હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં 21 વર્ષીય લક્ષ્યનું શાનદાર પ્રદર્શન કોર્ટ પર  જોવા મળ્યું છે.

લક્ષ્ય સેન રેન્કિંગમાં 19માં સ્થાને

કેનેડા ઓપન 2023ની સેમિફાઇનલ મેચમાં લક્ષ્ય સેને જાપાનના 11મા ક્રમાંકિત ખેલાડી કેન્ટો નિશિમોટોને 21-17 અને 21-14થી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય શટલરના સારા પ્રદર્શનના અભાવને કારણે તે રેન્કિંગના સંદર્ભમાં 19માં સ્થાને પહોંચી ગયો છે.