લોકસભા-વિધાનસભાની ચૂંટણી જોડે થાય તો 24 લાખ ઈવીએમની જરૂર પડશે

0
395
latest-news/india-news/simultaneous-polls-in-2019-can-be-costly-for-government-
latest-news/india-news/simultaneous-polls-in-2019-can-be-costly-for-government-

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય તે માટે પીએમ મોદીએ કેટલાય પ્રયાસો કર્યા હતા. જો આ ચૂંટણીઓ એકસાથે યોજાય તો ઇલેક્શન કમિશનને 24 લાખ જેટમલાં EVMની જરૂર પડશે જે લોકસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમથી બમણાં છે. ત્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાથી સરકારની તિજોરી પર બમણું ભારણ વધશે.લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજવાની બાબતે 16મેના રોજ લૉ કમિશન સાથે થઈ રહેલી ચર્ચા દરમિયાન ઈલેક્શન કમિશનના અધિકારીઓએ કહ્યું હતું કે 12 લાખ જેટલાં વધારાનાં ઈવીએમ અને વીવીપટ ખરીદવા માટે તેમને 4500 કરોડ રૂપિયાની જરૂર પડશે. આ મામલે સૂત્રોએ અમારા સહયોગી ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને કહ્યું કે હાલમાં ઈવીએમ પ્રાપ્તિ માટે થતા ખર્ચાને ધ્યાનમાં રાખીને અંદાજો કાઢવામાં આવ્યો હતો.જો બંને ચૂંટણી એકસાથે યોજાય તો લોકસભા અને વિધાનસભાના મતદાન માટે ખંડમાં ઈવીએમ અને વીવીપટના અલગથી બબ્બે સેટ ઈન્સ્ટોલ કરવા પડશે. દેશભરમાં 10 લાખ જેટલમાં મતદાન મથકો છે. તમામ મતદાન મથકો પર પહેલેથી જ ઈવીએમ અને વીવીપટ મશિન ઈન્સ્ટોલ કરેલાં છે ત્યારે અન્ય 10 લાખ જેટલમાં ઈવીએમ અને વીવીપટ મશીન લગાવવામાં પડશે. વધુમાં 20 ટકા એટલે કે 2 લાખ જેટલાં મશીન રિઝર્વ કરીને રાખવાં પડશે. ત્યારે જો 2019માં ચૂંટણી જોડે યોજાય તો ચૂંટણી પંચે નવાં 12 લાખ ઈવીએમ અને વીવીપટ ખરીદવામાં પડશે.જો બંને ચૂંટણી એકસાથે યોજાય તો લોકસભા અને વિધાનસભાના મતદાન માટે ખંડમાં ઈવીએમ અને વીવીપટના અલગથી બબ્બે સેટ ઈન્સ્ટોલ કરવા પડશે. દેશભરમાં 10 લાખ જેટલમાં મતદાન મથકો છે. તમામ મતદાન મથકો પર પહેલેથી જ ઈવીએમ અને વીવીપટ મશિન ઈન્સ્ટોલ કરેલાં છે ત્યારે અન્ય 10 લાખ જેટલમાં ઈવીએમ અને વીવીપટ મશીન લગાવવામાં પડશે. વધુમાં 20 ટકા એટલે કે 2 લાખ જેટલાં મશીન રિઝર્વ કરીને રાખવાં પડશે. ત્યારે જો 2019માં ચૂંટણી જોડે યોજાય તો ચૂંટણી પંચે નવાં 12 લાખ ઈવીએમ અને વીવીપટ ખરીદવામાં પડશે.ધી ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા ઈવીએમ અને વીવીપટ મશીન બનાવવામાં આવે છે. ત્યારે જો 2019માં ચૂંટણી એકસાથે યોજાય તો આ બંને કંપનીઓએ સમયસર ડિવાઈઝ પૂરાં પાડવા માટે તેમણે વધુ મહેનત કરવી પડશે.સાથે ચૂંટણી યોજવા બાબતે મુખ્ય ઈલેક્શન કમિશનર ઓમ પ્રકાશે કહ્યું કે ચૂંટણી સાથે યોજવા માટે કાયદાકીય માળખું બદલવું પડશે, આના માટે બંધારણમાં સુધારા કરવા પડતા હોય છે અને આ તમામ પ્રક્રિયામાં ખાસ્સો એવો સમય જતો હોય છે. એક વખત કાયદાકીય માળખું બની જાય પછી ઈલેક્શન કમિશન આ મામલે પ્રપોઝલ મૂકી શકે છે.