Saturday, October 17, 2026
HomeGujaratવડોદરાની સ્કૂલોમાં ભોજન પહોંચાડતી અક્ષયપાત્ર સંસ્થાના ડ્રાઈવરોની વીજળીક હડતાળ

વડોદરાની સ્કૂલોમાં ભોજન પહોંચાડતી અક્ષયપાત્ર સંસ્થાના ડ્રાઈવરોની વીજળીક હડતાળ

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોને ભોજન પૂરું પાડતી સંસ્થા અક્ષયપાત્રના ડ્રાઈવરો વીજળીક હડતાળ પર ઉતરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 130 સ્કૂલોમાં અક્ષયપાત્ર સંસ્થા પોતાના વાહનો મારફતે સવાર અને બપોરે એમ બંને પાળીમાં ભોજન પહોંચાડે છે. જોકે પગારનો અસંતોષ અને બીજી માંગણીઓને લઈને આ વાહનોના ડ્રાઈવરો આજે સવારે અચાનક હડતાળ પર ઉતરતા દોડધામ મચી ગઈ હતી.જો હડતાળ ખતમ ના થાય તો સ્કૂલોમાં ભણતા હજારો વિદ્યાર્થીઓ સુધી ભોજન ના પહોંચે અને વિદ્યાર્થીઓ ભૂખ્યા રહે તેવી સ્થિતિ સર્જાય તેમ હતી. જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કલેકટર કચેરીના એક અધિકારી સ્થળ પર દોડયા હતા અને તેમણે ડ્રાઈવરોને સમજાવીને હડતાળ ખતમ કરાવી હતી. જેના કારણે વાહનોમાં ભોજન સ્કૂલોને મોકલવાનુ શરું થયું હતું. આમ છતા કેટલીક સ્કૂલોમાં ભોજન મોડું પહોંચ્યું હોવાની ફરિયાદો ઉભી થઈ હતી. ડ્રાઈવરોનું કહેવું હતું કે, સ્કૂલોમાં જ્યારે વેકેશન હોય ત્યારે ભોજન પહોંચાડવાની કામગીરી બંધ રહે છે પણ અમને વેકેશનના સમયનો પણ પગાર અત્યાર સુધી આપવામાં આવતો હતો. આ વખતે તે પગાર અટકાવી દેવાયો છે. જે અમને આપવામાં આવે. સાથે-સાથે 12 વર્ષથી કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેમજ દીવાળીમાં બોનસ આપવામાં આવે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here