Wednesday, August 5, 2026
HomeGujaratવડોદરામાં પીસીબી અને બાપોદ પોલીસની દારૂની રેડ : બીયરના 324 ટીન સહિત...

વડોદરામાં પીસીબી અને બાપોદ પોલીસની દારૂની રેડ : બીયરના 324 ટીન સહિત 32,400 રૂપિયાનો માલ કબજે કર્યો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

વડોદરા : વડોદરામાં પીસીબી પોલીસે ગઈકાલે બપોરે ત્રણ વાગ્યે ચાચા નહેરુનગર પાસે આવેલ ઓમસાંઈ રેસીડેન્સીના કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી દારૂ ભરેલી કાર સાથે આરોપી રવિ વિજય પંચાલ તથા જયેશ ઉર્ફે સોનુ ઠાકોરને ઝડપી પાડ્યા હતા. જ્યારે આરોપી વિનોદ ડાંગીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે કારમાંથી બીયરના 324 ટીન સહિત 32,400 રૂપિયાનો માલ કબજે કર્યો હતો તેમજ દારૂ સપ્લાય કરનાર વિનોદ ડાંગીને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ અંગે પીસીબીના એએસઆઇ હેમંતભાઈ તુકારામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આશ્ચર્યની વાત એ છે કે આરોપી વિજય પંચાલની ત્યાં બાપોદ પોલીસે પણ દોઢ કલાક પછી રેડ પાડી હતી જેમાં ઓમ સાંઈ રેસીડેન્સીમાં કોમ્પ્લેક્સના કોમન જનરલ રૂમમાંથી વિદેશી દારૂની 15 બોટલ મળી આવી હતી. જેથી બાપોદ પોલીસે રવિ પંચાલને વોન્ટેડ જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કેસમાં કોઈજ આરોપી પકડાયા ન હતા તેમ છતાં બાપોદ પોલીસે આરોપી પવન ઉર્ફે ગોલુ બંસીલાલ તોલાણીને વોન્ટેડ જાહેર કરી દીધો છે. જેની ફરિયાદ કોન્સ્ટેબલ અર્જુનસિંહ નોંધાવી છે.સૌથી આશ્ચર્યની વાત એ છે કે એક જ સ્થળે પીસીબી રેડ પાડે છે તેના દોઢ કલાક પછી બાપોદ પોલીસ રેડ પાડે છે. બાપોદ પોલીસને ફરીથી વિદેશી દારૂનો જથ્થો મળી આવે છે. તેમજ કોઈ આરોપી પકડાયા ન હોવા છતાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી દે છે. જેમાંથી એક આરોપીને પીસીબીએ અગાઉ જ ઝડપી લીધો હતો, હવે દારૂના કેસમાં પીસીબી અને બાપોદ પોલીસ કોની કાર્યવાહી શંકાના ઘેરામાં છે તે તપાસનો વિષય છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here