Monday, September 14, 2026
HomeGujaratવડોદરા શહેરમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ, વિશ્વામિત્રીની સપાટી 28 ફૂટ નોંધાઈ,...

વડોદરા શહેરમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ, વિશ્વામિત્રીની સપાટી 28 ફૂટ નોંધાઈ, ફરી પૂરનું જોખમ, શાળાઓમાં રજા જાહેર

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

વડોદરા : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે નદી-નાળા છલકાય છે અને અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરમાં વહેલી સવારથી બપોરના ચાર વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા શહેરમાં સવારથી લઈને બપોરના ચાર વાગ્યા સુધીમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે, ત્યારે શહેરમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે આજવા સરોવરમાં પાણીની આવક વધતાં વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે શહેર વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વડોદરા વાસીઓ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે, બીજી તરફ વરસાદ અટકવાનું નામ લેતો નથી. આ દરમિયાન વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતાં વડોદરાની સ્થિતિ વધારે ગંભીર બને તેવી શક્યતા છે. હાલના તબક્કે કાલાઘોડા બ્રિજ ખાતે સાંજે 5:00 વાગે વિશ્વામિત્રીની સપાટી 28 ફૂટ નોંધાઈ છે, જેના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે સ્થાળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે એક વીડિયો જાહેર કરીને વડોદરામાં પૂરની ગંભીર સ્થિતિ હોવાનું જણાવ્યું છે.

વ઼ડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં :
રામેશ્વર નગર, ઝાંસી રાણી સર્કલ વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયા છે, જ્યારે સુભાનપુરા ઝાંસીની રાણી સ્ટેચ્યુ નજીક ભગીરથ સોસાયટી, ઘરો અને દુકાનમાં પાણી વળ્યાં છે. પશ્ચિમ વિસ્તારમાં મેયરના વોર્ડ સહિત ડી માર્ટથી ખોડીયાર નગર વાળા રોડ પર નદી વહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. ભારે વરસાદી માહોલ વચ્ચે વડોદરા શહેરમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. વડોદરા શહેર જળબંબાકાર બની ગયું છે અને શહેરના મોટાભાગના વિસ્તારો પાણી ભરાયા છે, ત્યારે વડોદરા ડીઇઓ દ્વારા આવતીકાલે (27 ઑગસ્ટ) પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વડોદરાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. વડોદરા શહેરમાં સવારના આઠ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીમાં 213.50 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જ્યારે આજવા સરોવરો ઓવરફ્લો થઈને 214.40 ફૂટ, તાપપૂરા 232.80 ફૂટ, વિશ્વામિત્રી નદી 28.40 ફૂટ, અશોજ ફિડર 8.7 ફૂટ સપાટીએ પાણ પહોંચ્યું છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here