Monday, September 14, 2026
HomeGujaratવડોદરા સ્માર્ટ સિટીમાં ટેક્સ ચુકવીને ગામડા કરતા પણ ખરાબ હાલતમાં રહેતા રહીશો

વડોદરા સ્માર્ટ સિટીમાં ટેક્સ ચુકવીને ગામડા કરતા પણ ખરાબ હાલતમાં રહેતા રહીશો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

વડોદરા : વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ શહેરવાસીઓની સમસ્યાનો કોઇ અંત જણાતો નથી. શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ રોડ પરની સોસાયટી-ફ્લેટ્સ તરફ જતો રસ્તો ખાડા-ટેકરા વાળો છે. એટલું જ નહી અહિંયા આવેલા સિદ્ધાર્થ એન્કલેવ ફ્લેટ્સમાં રહેતા લોકો પીવાનું પાણી ટેન્કર મારફતે મંગાવે છે, ગટરના ઢાંકણા ખુલ્લા છે, ગટરની આસપાસ પણ ખાડા કરીને મુકી રાખવામાં આવ્યા છે. એક ખાડથી બચવા જાઓ તો બીજા બે ખાડાનો ભોગ બનો તેવી સ્થિતીથી સ્થાનિકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. સ્થાનિક યુવાને જણાવ્યું કે, અમે સ્માર્ટ સિટીનો ટેક્સ ચુકવીને ગામડા કરતા પણ ખરાબ હાલતમાં રહેવા મજબુર છીએ.મોટનાથ રોડ પર આવેલા સિદ્ધાર્થ એન્કલેવમાં રહેતા આકાશ પટેલે જણાવ્યું કે, મેં અહિંયા વર્ષ 2021માં મકાન ખરીદ્યું હતું. ત્યારથી કોઇકને કોઇ સમસ્યા ચાલી રહી છે. નાની-મોટી સમસ્યાને લઇને વારંવાર અવાજ ઉઠાવો ત્યારે જ કોર્પોરેટરના પેટનું પાણી હાલે છે. છેલ્લા 6 મહિનાથી અમારી હાલત બદથી બદતર થઇ રહી છે. અમારા રોડ પર નાના-મોટા ખાડાઓ જ ખાડાઓ છે. અમારૂ પીવાનું તથા વપરાશનું પાણી ટેન્કર મારફતે મંગાવવું પડે છે. આ વાતને 5 મહિના જેટલો સમય થયો છે. ચોમાસાની ઋતુમાં અમારા રોડ પર ગટરની ચેમ્બરો ઢાંકણા વગરની ખુલ્લી પડી છે. આ ચેમ્બરોની ફરતે પણ મોટા ખાડા કરીને મુકી રાખવામાં આવ્યા છે. કેટલીક જગ્યાઓએ તેમાં આડાશ મુકી છે, તો કેટલીક ચેમ્બરો અત્યંત જોખમી સ્થિતીમાં ખુલ્લી હાલતમાં જ છે.આકાશ પટેલે ઉમેર્યું કે, અમે સ્માર્ટ સિટીમાં ટેક્સ ચુકવીને ગામડા કરતા પણ વધારે ખરાબ હાલતમાં રહીએ છીએ. રાત્રીના સમયે અમારે ત્યાં સ્ટ્રીટ લાઇટ ના હોવાના કારણે એક ખાડામાંથી બચીએ તો બીજા બે ખાડામાં વાહન ઘૂસી જાય તેવું થાય છે. વરસાદના પાણી ખાડામાં ભરાઇ જાય છે. ક્યારેક તેમાં ડ્રેનેજ ઉભરાઇને મિશ્રિત થઇ જાય છે. જેથી ઉબકા આવે તેવી સ્થિતીમાં આ રસ્તે પસાર થવું પડે છે. અમારા વિસ્તારના કોર્પોરેટરો આવે છે, જોઇને જતા રહે છે, પરંતુ સમસ્યાનો ઉકેલ કરવા માટે કંઇ કરતા નથી. અમારે ત્યાં એક ફ્લેટ્સ અને બે રેસીડેન્શીયલ ટેનામેન્ટની સાઇટ છે. જેમાં 350 થી વધુ મકાનો આવેલા છે. જેમાં આશરે 1200 થી વધુ લોકો રહે છે. આટલી મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલી પડતી હોવા છતાં સ્માર્ટ સિટીમાં તેનો ઉકેલ ના લાવવો શરમજનક બાબત છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here