વિદેશમાંથી પરત ફર્યા બાદ મોદી જેટલીના આવાસ પર

0
18
મોદીની જેટલીના પરિવારના સભ્યોની સાથે પણ વાતચીત

નવી દિલ્હી,તા. ૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિદેશમાંથી પરત ફર્યા બાદ તરત જ હાલમાં મૃત્યુ પામેલા અરૂણ જેટલીના આવાસ પર પહોચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીના ખાસ વિશ્વાસ અને નજીકના મિત્ર પૈકી એક તરીકે જેટલી હતા. જન્માષ્ટિના દિવસે તેમનુ લાંબી માંદગી બાદ અવસાન થયુ હતુ. દિલ્હીમાં સારવાર દરમિયાન એમ્સ હોÂસ્પટલ ખાતે તેમનુ અવવાસન થયુ હતુ. છેલ્લા કેટલાક દિવસથી જેટલી એમ્સમાં સારવાર લઇ રહ્યા હતા. તેમની તબિયત હાલમાં બગડી ગઇ હતી. મોદી આજે સવારે વિદેશથી પરત આવ્યા બાદ જેટલીના આવાસ પર પહોંચી ગયા હતા. જેટલીને શ્રદ્ધાંજલિ આપી હતી. જેટલીને શ્રદ્ધાંજલિ આપવા માટે મોદી પહોંચ્યા ત્યારે તેમની સાથે અન્યો પણ હતા. જેટલીના પરિવારના સભ્યોની હિમ્મત પણ આ દુખના સમયમાં મોદીએ વધારી હતી. મોદી જ્યારે વિદેશમાં હતા ત્યારે જેટલીનુ અવસાન થયુ હતુ. મોદીએ વિદેશમા પણ તેમના અવસાન અંગે દુખ વ્યક્ત કરીને તેમને યાદ કર્યા હતા. તમામ લોકો જાણે છે કે મોદીની પ્રથમ અવધિની સરકારમાં જેટલી નાણાં પ્રધાન તરીકે હતા. ભારતીય જનતા પાર્ટીની નીતિઓમાં તેમની ભૂમિકા હતી. નોટબંધી અને જીએસટી જેવા કઠોર નિર્ણય કરવામાં આવ્યા ત્યારે તેઓ નાણાં પ્રધાન તરીકે રહ્યા હતા.