શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇક, તેનો પુત્ર ઇડી સમક્ષ હાજર થયા

0
18
.ઇડીએ ગયા મહિને પ્રતાપ સરનાઇકના નિકટવર્તી અમિત ચંદોલે અને ટોપ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર એમ. શશિધરનની પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ ધરપકડ કરી હતી.
.ઇડીએ ગયા મહિને પ્રતાપ સરનાઇકના નિકટવર્તી અમિત ચંદોલે અને ટોપ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર એમ. શશિધરનની પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ ધરપકડ કરી હતી.

મુંબઈ: મની લોન્ડરિંગના કેસમાં પૂછપરછ માટે શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇક અને તેનો પુત્ર વિહંગ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થયા હતા. સરનાઇકના પુત્રની અગાઉ પણ ઇડી દ્વારા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.વિહંગ સરનાઇક બુધવારે બપોરના ૧૨ વાગ્યાની આસપાસ દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં આવેલી ઇડીની ઓફિસમાં આવી પહોંચ્યો હતો. ઇડીએ ૧૦ ડિસેમ્બરે પણ પ્રતાપ સરનાઇકની પૂછપરછ કરી હતી.૨૪ નવેમ્બરે ઇડીની ટીમે મુંબઈ અને થાણેમાં પ્રતાપ સરનાઇક, ટોપ્સ ગ્રુપ અને તેના પ્રમોટર રાહુલ નંદા અને અન્યો સહિત ૧૦ સ્થળે સર્ચ હાથ ધરી હતી. સર્ચ બાદ વિહંગને પૂછપરછ માટે તેના નિવાસેથી લઇ જવામાં આવ્યો હતો.ઇડીએ ગયા મહિને પ્રતાપ સરનાઇકના નિકટવર્તી અમિત ચંદોલે અને ટોપ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર એમ. શશિધરનની પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ ધરપકડ કરી હતી.ટોપ્સ ગ્રુપના ભૂતપૂર્વ કર્મચારી રમેશ ઐયરે નોંધાવેલી ફરિયાદ સંબંધી આ કેસ છે. ઐયરે આક્ષેપ કર્યો હતો કે ૨૦૧૪માં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) સાથે ૩૦૦થી ૩૫૦ સિક્યુરિટી ગાર્ડ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ થયો હતો, પણ સિક્યુરિટી ફર્મે માત્ર ૭૦ ટકા ગાર્ડ્સ સપ્લાય કર્યા હતા. એમએમઆરડીએ દ્વારા ચૂકવાયેલી રકમમાંથી કેટલીક ખાનગી બેન્ક એકાઉન્ટસમાં ગઇ હતી.