ભારતના વિમાનોના રસ્તાને બંધ કરવાનો પાકનો નિર્ણય

0
31
ભારતના વિમાનોના રસ્તાને બંધ કરવાનો પાકનો નિર્ણય

પોતાના એરસ્પેસના એક કોરિડોરને બંધ કર્યા બાદ વિદેશી ઉડાણોને હવે ૧૨ મિનિટ સુધીનો વધારાનો સમય લાગશે
નવી દિલ્હી,તા. ૮
કાશ્મીરમાં કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ હચમચી ઉઠેલા પાકિસ્તાને એકપછી એક નિર્ણય કરવાની શરૂઆત કરી છે. હેવ પાકિસ્તાને પોતાના એરસ્પેસના એક કોરિડોરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે વિદેશી ઉડાણોને હવે ૧૨ મિનિટનો વધારાનો સમય લાગશે. પાકિસ્તાન હાલમાં ભારે પરેશાન દેખાઇ રહ્યુ છે. તે મજબુર પણ છે. આ પ્રકારના નિર્ણય કરીને તેને કોઇ ફાયદો થનાર નથી. પાકિસ્તાની એરસ્પેસ પરથી ઇર ઇન્ડયાની દરરોજ ૫૦ ફ્લાઇટ પસાર થાય છે. જા કે ભારતે કહ્યુ છે કે આના કારણે કોઇ વધારે અસર થનાર નથી. લાહોર રીઝનમાં વિદેશી વિમાનોને ૪૬ હજાર ફુટથી નીચે ઉડાણ ભરવાની કોઇને મંજુરી આપવામાં આવશે નહીં. પાકિસ્તાને પહેલા પણ ભારતે બાલાકોટમાં હવાઇ હુમલા કર્યા ત્યારે આવો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને ગઇકાલે કેટલાક નિર્ણય કર્યા હતા. જેના ભાગરૂપે ભારત સાથે દ્ધિપક્ષીય વેપાર સંબંધોને તોડી દેવાની જાહેરાત કરી હતી. સાથે સાથે રાજદ્ધારી સંબંધોને પણ તોડી દીધા છે. આ ઉપરાંત ઇસ્લામાબાદે ભારતીય હાઇ કમીશનરને પણ પાછા મોકલી દીધા છે. પાકિસ્તાનમાં આજે એનએસસીની બેઠક યોજાઇ હતી. જેમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. ઇમરાને કહ્યુ હતુ કે ભારતમાં કાશ્મીરીઓને મિટાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. તે કાશ્મીરમાં વંશીયરીતે મુસ્લમોનો સફાયો કરી શકે છે. સ્થિતિઓને જોઇને લાગે છે કે ફરી પુલવામાં જેવી ઘટના થશે. પછી તે મારા પર આરોપ લગાવશે કે વધુ એક એરસ્ટ્રાઇક કરીશું. આપણે ફરી પાછો તેનો જવાબ આપીશુ. પછી યુદ્ધ થશે. અમે લોહીના છેલ્લા ટીપા સુધી લડીશું. પાકિસ્તાન ત્રાસવાદીઓની સાથે કાર્યવાહી કરવાના બદલે બિનજરૂરી હોબાળો મચાવી રહ્યુ છે. પાકિસ્તાનને લઇને હાલમાં સાવધાન રહેવાની જરૂર છે.