Friday, August 21, 2026
HomeIndiaસતત વધતી જતી બેરોજગારી ,IIT માં લાખો ખર્ચીને ભણવા છતાં બેરોજગાર

સતત વધતી જતી બેરોજગારી ,IIT માં લાખો ખર્ચીને ભણવા છતાં બેરોજગાર

Date:

Related stories

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

દેશમાં બેરોજગારીનો પ્રશ્ન પ્રતિદિન વિકરાળ બનતો જાય છે. અન્ય કોલેજો અને યુનિવર્સિટીઓ તો છોડો, IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી) જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક થનારને પણ નોકરી નથી મળતી. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા પ્લેસમેન્ટ રિપોર્ટના આંકડા ચોંકાવનારા છે. તાજેતરમાં અહેવાલ આવ્યો છે કે દેશની 23 IIT માં 2024 ના શૈક્ષણિક વર્ષમાં પાસ થયેલા કુલ 21,500 વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા માટે કેમ્પસ પ્લેસમેન્ટમાં નામ નોંધાવ્યું હતું, પણ એમાંથી માત્ર 13,410 વિદ્યાર્થીઓ જ નોકરી મેળવી શક્યા છે. 8,090 વિદ્યાર્થીઓ હજુ પણ બેરોજગાર છે. બેરોજગારીની ટકાવારી થઈ 37.63! એક સમય એવો હતો કે IIT માંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થીને ફટ કરતાં તગડા પગારની નોકરી મળી જતી, પણ હવે દૃશ્ય બદલાયું છે. તાજેતરમાં આવેલા આંકડા પરથી સાબિત થાય છે કે અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રને પણ હવે બેરોજગારીનો લૂણો લાગવા લાગ્યો છે. આ વર્ષના IIT સ્નાતકોમાં કેમ્પસ પ્લેસમેન્ટ બાદ બેરોજગારીનો દર અગાઉ ક્યારેય નહોતો એટલો ઊંચો છે.

સતત વધતી જતી બેરોજગારી :
વર્ષ 2023 અને 2022 માં સ્થિત 2024 જેટલી ખરાબ નહોતી. 2023 માં 20,000 IIT સ્નાતકોએ પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 15,830 ને નોકરી મળી ગઈ હતી. એમને સરેરાશ વાર્ષિક 17.1 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું હતું. ગત વર્ષે 4,170 વિદ્યાર્થીઓ કેમ્પસ ભરતી દ્વારા નોકરી નહોતા મેળવી શક્યા. 2022 માં નોકરી માટે રજિસ્ટર્ડ થયેલા 17,900 વિદ્યાર્થીઓમાંથી 3,000 કરતાં વધુને નોકરી નહોતી મળી. આ આંકડો આ વર્ષે વધીને 8,090 થઈ ગયો છે. કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા ભરતી કરતી કંપનીઓની સંખ્યામાં પણ આ વર્ષે વધારો થયો છે. મુંબઈ સ્થિત ‘IIT બોમ્બે’ની વાત કરીએ તો નોકરી માટે 2,414 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી લગભગ 75 ટકા એટલે કે 1,475 વિદ્યાર્થીઓ નોકરી મેળવવામાં સફળ રહ્યા હતા અને 939 બેરોજગાર રહ્યા હતા. નોકરી મેળવનારને સરેરાશ CTC (કોસ્ટ ટુ કંપની) 23.5 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે, જે ગયા વર્ષના સરેરાશ વાર્ષિક 21.82 લાખ રૂપિયા કરતાં 7.7 ટકાનો વધારો દર્શાવે છે. અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઘણા સ્નાતકોએ નોકરીના બદલે વૈકલ્પિક તકો સ્વીકારી છે. કેટલાક વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ પર પસંદગી ઉતારી છે, તો કેટલાકે સ્વ-રોજગાર/ધંધાર્થી બનવાનું પસંદ કર્યું છે.

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here